Vaccine/ રાકેશ રોશન અને અલકા યાજ્ઞિકે લીધો કોરોનાનો પ્રથમ ડોઝ, લોકોને કરી આ અપીલ

કોરોના સમયગાળા દરમિયાન લોકોને સુરક્ષિત રાખવા માટે કોવિડશિલ્ડ રસી લગાવવામાં આવી રહી છે. આ જ ક્રમમાં, ફિલ્મ નિર્માતા રાકેશ રોશન અને અલકા યાજ્ઞિકે પણ તેનો પ્રથમ ડોઝ લીધો છે.

Entertainment
A 75 રાકેશ રોશન અને અલકા યાજ્ઞિકે લીધો કોરોનાનો પ્રથમ ડોઝ, લોકોને કરી આ અપીલ

કોરોના સમયગાળા દરમિયાન લોકોને સુરક્ષિત રાખવા માટે કોવિડશિલ્ડ રસી લગાવવામાં આવી રહી છે. આ જ ક્રમમાં, ફિલ્મ નિર્માતા રાકેશ રોશન અને અલકા યાજ્ઞિકે પણ તેનો પ્રથમ ડોઝ લીધો છે. રાકેશ રોશન ટૂંક સમયમાં જ આગામી પ્રોજેક્ટનું શૂટિંગ શરૂ કરશે. આવી સ્થિતિમાં, તે આ સમય દરમિયાન કોઈ અડચણ ન આવે તેથી જ પરિવાર સાથે રસીનો ડોઝ લીધો છે.

રાકેશ રોશને તેના સોશિયલ મીડિયા હેન્ડલ પર રસીકરણનો ફોટો પણ શેર કર્યો છે. સ્મિત ભરેલા ચહેરા સાથે તેણે લોકોને રસી લેવા અપીલ પણ કરી છે. તેણે ફોટામાં કેપ્શન લખ્યું, એક અદ્ભુત દિવસ જે જીવનકાળમાં એકવાર આવે છે. આ 4 માર્ચ, 2021 નો દિવસ છે. તમારે લોકો પણ આ સાથે આગળ વધવું જોઈએ.

આ પણ વાંચો : ઓરેન્જ બિકીનીમાં જોવા મળી સારા અલી ખાન,હોટનેસ જોઈ ચાહકો થયા ક્રેઝી

Instagram will load in the frontend.

રાકેશ રોશન ઉપરાંત તેની પત્ની પિંકી રોશન પણ કોવિડશિલ્ડ રસી લીધી હતી. તેણે તેના ઇન્સ્ટાગ્રામ પર તેની તસવીર શેર કરી અને લખ્યું કે, “કોવિડશિલ્ડ રસી લેવામાં આવી… તેનાથી દૂર ભાગવા કરતા તમારી ઢાલ બનવું વધુ સારું છે.”

તો બીજી બાજુ બોલીવુડની પ્રખ્યાત ગાયિકા અલકા યાજ્ઞિકે પણ કોરોના વાયરસની પ્રથમ રસી લગાવી છે. સાથે સ્તાહે લોકો સાથે પોતાનો અનુભવ પણ શેર કર્યો છે. એટલું જ નહીં, અલકા યાજ્ઞિકે  લોકોને રસી લગાવવા અપીલ કરી છે.

Alka Yagnik: Alka Yagnik can sleep the whole day: Daughter Sayesha - Times of India

આ પણ વાંચો : OTT પ્લેટફોર્મ પર આ પ્રકારના કન્ટેન્ટ પર લાગશે પ્રતિબંધ, જાણો શું કહ્યું સુપ્રીમ કોર્ટે?

આપને જણાવી દઈએ કે પીએમ નરેન્દ્ર મોદીએ 1 લિ માર્ચે દિલ્હી એમ્સ ખાતે કોરોના રસીનો પહેલો ડોઝ લીધો હતો. પીએમ મોદી સવાર સવારમાં દિલ્હી એમ્સ પહોંચ્યા હતા અને કોરોનાની રસી મૂકાવી હતી. આ સાથે જ તેમણે લોકોને અપીલ પણ કરી હતી.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને જાણ કરી કે તેમણે કોરોનાની રસીનો પહેલો ડોઝ લીધો. તેમણે કહ્યું કે ‘મે એમ્સમાં કોરોના રસીનો પહેલો ડોઝ લીધો. એ પ્રશંસનીય છે કે કેવી રીતે આપણા ડોક્ટરો અને વૈજ્ઞાનિકોએ કોરોના વિરુદ્ધ વૈશ્વિક લડતને મજબૂત કરવા માટે ત્વરિત સમયમાં કામ કર્યું છે. આ સાથે જ હું એ તમામ લોકોને અપીલ કરું છું જે લોકો આ રસી લેવા પાત્ર છે. બધા ભેગા મળીને આપણે ભારતને કોવિડ-19 મુક્ત કરીએ.’