Not Set/ ‘ કોફી વિથ કરણ ‘ શોમાં આ એકટર સાથે ડેબ્યુ કરશે જ્હાનવી કપૂર

મુંબઈ  થોડા જ સમયમાં કરણ જોહરનો ટોક શો ‘ કોફી વિથ કરણ ‘ શરુ થવાનું છે. શોમાં આ સિઝનમાં ક્યાં મહેમાન આવવાના છે તેના પણ છેલ્લા ઘણા સમયથી ચર્ચાઓ થઇ રહી છે. આ ચર્ચામાંથી જાણવા મળ્યું છે કે જ્હાનવી કપૂર તેના ભાઈ અર્જુન કપૂર સાથે આ ટોક શોમાં ડેબ્યુ કરવાના છે. સુત્રોના જણાવ્યા પ્રમાણે આ […]

Uncategorized
Untitled 1 ' કોફી વિથ કરણ ' શોમાં આ એકટર સાથે ડેબ્યુ કરશે જ્હાનવી કપૂર

મુંબઈ 

થોડા જ સમયમાં કરણ જોહરનો ટોક શો ‘ કોફી વિથ કરણ ‘ શરુ થવાનું છે. શોમાં આ સિઝનમાં ક્યાં મહેમાન આવવાના છે તેના પણ છેલ્લા ઘણા સમયથી ચર્ચાઓ થઇ રહી છે. આ ચર્ચામાંથી જાણવા મળ્યું છે કે જ્હાનવી કપૂર તેના ભાઈ અર્જુન કપૂર સાથે આ ટોક શોમાં ડેબ્યુ કરવાના છે.

Image result for jhanvi kapoor with arjun kapoor

સુત્રોના જણાવ્યા પ્રમાણે આ શોમાં જ્હાનવી કપૂર ડેબ્યુ કરશે. જ્હાનવીના જોડીદાર અર્જુન કપૂર બનશે. આ શોમાં બંને એક-બીજાના રહસ્યો બીજા અમે જાહેર કરવાના છે. ઉલ્લેખનીય છે કે શ્રીદેવીના નિધન બાદ અર્જુન કપૂર જ્હાનવી કપૂર અને ખુશી કપૂરનું ધ્યાન અંશુલાની જેમ જ રાખે છે.

Related image

સુત્રોના જણાવ્યા પ્રમાણે જ્હાનવી અને અર્જુન સિવાય બીજા ન્યુ મેરીડ કપલ પણ આ શોમાં આવશે જેમાં વિરાટ-અનુષ્કા અને સોનમ કપૂર-આનંદ આહુજા પણ શામેલ થશે. ઉપરાંત શોમાં સ્ટાર કીડ એટલે કે સુહાના ખાન, અહાન પાંડે અને અનન્યા પાંડેનું નામ પણ શોના લિસ્ટમાં શામેલ છે.

આ ટોક શોની આ છઠ્ઠી સીઝન છે જેનો ટીઝર વિડીયો રીલીઝ થઇ ગયો છે. આ શોમાં અત્યાર સુધી મોટા સ્ટાર પોતાના દિલના રાઝ ખોલી ચુક્યા છે. શોમાં આવનારા મહેમાન અને કરણના સવાલો આ શોને મજેદાર બનાવે છે.