Not Set/ કંગના રણાવત અને રાજકુમાર રાવની ‘મેંટલ હૈ ક્યા’ના પોસ્ટરે મચાવી બબાલ

બોલિવૂડની ફિલ્મ હરહંમેશ કોઇને કોઇ કારણોસર વિવાદમાં રહેતી હોય છે અથવા તો સોશિયલ મીડિયા પર ટ્રોલ થતી હોય છે. હાલમાં જ આવો એક કિસ્સો સામે આવ્યો છે. વાત એમ છે કે કંગના રણાવત અને રાજકુમાર રાવની અપકમિંગ ફિલ્મ ‘મેંટલ હૈ ક્યા’નું નવું પોસ્ટર આજે રિલીઝ કરવામાં આવ્યું છે. પોસ્ટર સામે આવતા જ તેનો વિરોધ શરૂ […]

Uncategorized
mental hai kya release 759 કંગના રણાવત અને રાજકુમાર રાવની 'મેંટલ હૈ ક્યા'ના પોસ્ટરે મચાવી બબાલ

બોલિવૂડની ફિલ્મ હરહંમેશ કોઇને કોઇ કારણોસર વિવાદમાં રહેતી હોય છે અથવા તો સોશિયલ મીડિયા પર ટ્રોલ થતી હોય છે. હાલમાં જ આવો એક કિસ્સો સામે આવ્યો છે. વાત એમ છે કે કંગના રણાવત અને રાજકુમાર રાવની અપકમિંગ ફિલ્મ ‘મેંટલ હૈ ક્યા’નું નવું પોસ્ટર આજે રિલીઝ કરવામાં આવ્યું છે. પોસ્ટર સામે આવતા જ તેનો વિરોધ શરૂ થઇ ગયો છે. ફિલ્મના નવા પોસ્ટરમાં કંગના અને રાજકુમાર પોતાની જીભ પર બ્લેડ મુકેલા જોવા મળી રહ્યા છે. પોસ્ટર સામે આવતાં જ સોશિયલ મીડિયા પર લોકોએ તેને ટ્રોલ કરવાનું શરૂ કરી દીધું છે. ઘણા લોકોએ તેને ચીપ ગિમિક કહ્યું તો ઘણા લોકોએ તેને યુવાનો માટે હાનિકારક ગણાવ્યું.