Not Set/ ગુજરાતમાં દિપાવલી પર્વ બાદ શાળા ખુલશે..?

  કેન્દ્રએ 15 ઓક્ટો.બાદ શાળા શરૂ કરવા કર્યો છે નિર્ણય કેન્દ્રના નિર્ણયનો અમલ ગુજરાતમાં થશે નહીં નિર્ણયનો અમલ કરવા રાજ્યસરકારને સત્તા આપી છે ગુજરાતમાં હજી કોરોના કેસની સંખ્યા નિયંત્રણમાં નથી શાળા શરૂ કરવી હિતાવહ નહીં હોવાનો જનમત ગુજરાતમાં દિપાવલીપર્વ બાદ જ શાળા શરૂ થઇ શકે છે. દિપાવલીપર્વ સુધી શાળા શરૂ થઇ શકશે નહીં. જો કે […]

Uncategorized
e4895e8dc324d529d69e26fdb60237ab ગુજરાતમાં દિપાવલી પર્વ બાદ શાળા ખુલશે..?
 

કેન્દ્રએ 15 ઓક્ટો.બાદ શાળા શરૂ કરવા કર્યો છે નિર્ણય

કેન્દ્રના નિર્ણયનો અમલ ગુજરાતમાં થશે નહીં

નિર્ણયનો અમલ કરવા રાજ્યસરકારને સત્તા આપી છે

ગુજરાતમાં હજી કોરોના કેસની સંખ્યા નિયંત્રણમાં નથી

શાળા શરૂ કરવી હિતાવહ નહીં હોવાનો જનમત

ગુજરાતમાં દિપાવલીપર્વ બાદ જ શાળા શરૂ થઇ શકે છે. દિપાવલીપર્વ સુધી શાળા શરૂ થઇ શકશે નહીં. જો કે ઓનલાઇન શિક્ષણ થી વિદ્યાર્થીઓને શિક્ષણ આપવાના અભિગમથી શિક્ષણકાર્ય આગળ વધી રહ્યું છે.

ગુજરાતમાં કોરોના કેસની સંખ્યામાં ઘટાડો થયો છે.પરંતુ નિયંત્રણમાં લેતાં હજી સમય લાગી શકે છે. બીજીબાજુ કેન્દ્રસરકારની ગાઇડલાઇન મુજબ આગામી 15 ઓક્ટોબરથી શાળા શરૂ કરવા અંગે માર્ગદર્શિકાનું પાલન કરીને મંજૂરી આપી છે. પરંતુ ગુજરાતમાં હાલની સ્થિતિએ શાળા શરૂ થઇ શકશે નહીં. શિક્ષણપ્રધાન ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ આ અંગે આ સંજોગોમાં શાળા શરૂ થઇ શકે એમ નહીં હોવાનો મત વ્યક્ત કરી દિપાવલી પર્વ બાદ જ સ્થિતિની સમીક્ષા બાદ રાજ્યસરકાર નિર્ણય કરશે એવો સંકેત આપ્યો છે.

જો કે વૈકલ્પિક વ્યવસ્થારૂપે ઓનલાઇન શિક્ષણ નિયમિતરૂપે આપવામાં આવી રહ્યું છે. પરિણામે વિદ્યાર્થીઓના શિક્ષણ આગળ વધી રહ્યું હોવાનો નિર્દેશ પણ શિક્ષણપ્રધાને આપ્યો છે. ધોરણ-10 અને 12નો પ્રશ્ન છે ત્યાં સુધી વિદ્યાર્થીને વાલીની મંજૂરીથી જરૂર જણાયે વિદ્યાર્થીના માર્ગદર્શન હેતુ શાળાએ જઇ શકે એ દિશામાં સરકાર હકારાત્મક નિર્ણય લઇ શકે છે. પરંતુ હાલ શાળા નિયમિત શરૂ કરવાના પક્ષમાં સરકાર નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.