Covid-19/ બોલીવુડ પર કોરોનાનો કાળો કહેર, હવે આ એક્ટ્રેસ થઇ સંક્રમિત

રકુલની આ પોસ્ટ પછી, તેના ચાહકો તેમની ઝડપથી સ્વસ્થતા માટે સતત પ્રાર્થના કરી રહ્યા છે. રકુલ કોરોનામાં ચેપ લાગતા પહેલા તેની આગામી ફિલ્મ ‘મેડે’નું શૂટિંગ કરી રહી હતી. આ ફિલ્મમાં રકુલ સિવાય અમિતાભ બચ્ચન અને અજય દેવગન પણ છે.

Entertainment

અભિનેત્રી રકુલપ્રીત સિંહ કોરોનાથી સંક્રમિત થઇ છે. આ માહિતી અભિનેત્રી દ્વારા ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરી આપવામાં આવી છે. આ પોસ્ટમાં, રકુલે જણાવ્યુંકે તેણી હવે ઠીક છે. ઉપરાંત, લોકોને વિનંતી કરી કે છેલ્લા કેટલાક દિવસોમાં જે કોઈપણ તેના સંપર્કમાં આવ્યા હોય, તેમણે પણ તેમનો કોવિડ 19 ટેસ્ટ કરાવવો જોઈએ.

Rakul Preet Singh: Rakul Preet Singh looks uber stylish in her latest  Instagram post | Hindi Movie News - Times of India

રકુલપ્રીત સિંહે ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટમાં લખ્યું – ‘હું તમને બધાને કહેવા માંગુ છું કે હું કોરોના સંક્રમિત થઇ છું. મેં મારી જાતને ક્વોરૅન્ટીન કરી છે. હું પહેલાથી જ ઠીક અને હળવાશ અનુભવું છું જેથી હું શૂટિંગ વહેલી શરૂ કરી શકું. હું તે બધા લોકોને વિનંતી કરવા માંગુ છું કે જેઓ છેલ્લા કેટલાક દિવસોમાં મારા સંપર્કમાં હતા, કૃપા કરીને તેઓ પણ તેમનો કોરોના ટેસ્ટ કરવો. આભાર અને સલામત રહો. ‘

https://www.instagram.com/p/CJF_7j_hom4/?utm_source=ig_web_copy_link

રકુલની આ પોસ્ટ પછી, તેના ચાહકો તેમની ઝડપથી સ્વસ્થતા માટે સતત પ્રાર્થના કરી રહ્યા છે. રકુલ કોરોનામાં ચેપ લાગતા પહેલા તેની આગામી ફિલ્મ ‘મેડે’નું શૂટિંગ કરી રહી હતી. આ ફિલ્મમાં રકુલ સિવાય અમિતાભ બચ્ચન અને અજય દેવગન પણ છે.

Rakul Preet Singh,Vaisshnav Tej team up for Krish's next- The New Indian  Express

આ લોકપ્રિય ફિલ્મમાં રકુલ પાયલોટની ભૂમિકામાં જોવા મળશે. ફિલ્મ ‘મેડે’ નું શૂટિંગ આ મહિનામાં 11 ડિસેમ્બરથી શરૂ થઈ ગયું છે. ફિલ્મ અજય દેવગનના પ્રોડક્શન હાઉસ હેઠળ બનાવવામાં આવી રહી છે. આ ફિલ્મ આવતા વર્ષે 22 એપ્રિલ 2022 ના રોજ રિલીઝ થવાની સંભાવના છે. ખાસ વાત એ છે કે અજય દેવગન ખુદ આ ફિલ્મનું દિગ્દર્શન કરી રહ્યો છે.

Rakul Preet Singh returns to shoot for Krish : Bollywood News - Bollywood  Hungama

આપને જણાવી દઈએ કે, રકુલપ્રીત સિંહને પણ થોડા સમય પહેલા સુશાંત સિંહ રાજપૂત કેસમાં પૂછપરછ માટે એનસીબી દ્વારા સમન્સ અપાયું હતું. રકુલ ઉપરાંત દીપિકા પાદુકોણ, સારા અલી ખાન અને શ્રદ્ધા કપૂર પણ એનસીબી ઓફિસ ગયા હતા. જો કે, ત્યારબાદ બધાને પરત મોકલવામાં આવ્યા હતા. ફિલ્મોની વાત કરીએ તો રકુલ ‘દે દે પ્યાર દે’, ‘અય્યારી’ જેવી ઘણી ફિલ્મોમાં જોવા મળી છે.

આ પણ વાંચો :કાર્તિક આર્યનની ફિલ્મ ‘ધમાકા’ થી સામે આવ્યો તેનો ફર્સ્ટ લૂક, જાણો તેના કિરદાર વિશે

આ પણ વાંચો :તારક મહેતા… શોમાં ફરી જોવા મળશે આ ફેમસ કલાકાર, જાણો કોણ છે…

આ પણ વાંચો : સોનાક્ષી સિન્હાએ શરૂ કર્યું વેબ સિરીઝ ‘ફોલેન’ નું શુટિંગ, કહ્યું – લોકડાઉન બાદ સેટ પર….

આ પણ વાંચો : એકતા કપૂરના ઘરે કરવામાં આવ્યું અનિતા હસનંદનીના બેબી શાવરનું સેલિબ્રેશ, જુઓ

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…