કોરોના/ બોલીવુડ સુપરસ્ટાર અમિતાભ બચ્ચન કોરોના સંક્રમિત,ટ્વિટ પર આપી માહિતી

બોલીવુડ સુપરસ્ટાર અમિતાભ બચ્ચન કોરોના સંક્રમિત,ટ્વિટ પર આપી માહિતી

Top Stories India
21 બોલીવુડ સુપરસ્ટાર અમિતાભ બચ્ચન કોરોના સંક્રમિત,ટ્વિટ પર આપી માહિતી
  • બોલિવુડ અભિનેતા અમિતાભ બચ્ચનને કોરોના
  • અમિતામ બચ્ચનનો કોરોના રિપોર્ટ પોઝિટિવ
  • સંપર્કમાં આવેલ લોકોને ટેસ્ટ કરવવા કરી જાણ
  • અમિતાભ બચ્ચને ટ્વીટ કરીને આપી માહિતી

બોલીવુડ સુપરસ્ટાર ફરી એકવાર કોરોના પોઝિટિવ મળી આવ્યા છે, તેમણે આ માહિતી ટ્વિટ કરીને આવી હતી અને સંપર્કમાં આવેલા લોકોએ ટેસ્ટ કરાવવા અંગેની વિનંતી કરી છે.

ઉલ્લેખનીય છે કે અમિતાભ બચ્ચનને કોરોના થઇ જતા હવે કદાચ ગુજરાતનો પ્રવાસ રદ થઇ શકે છે. ગુજરાતના પ્રવાસે કાર્યક્રમ આ પ્રમાણે હતો. અમિતાભ બચ્ચન ફરી એકવાર ગુજરાત પ્રવાસે આવનાર છે. પરંતુ આ વખતે તેઓ કોઈ જાહેરાત કે બીજા કોઈ હેતુથી નહીં પરંતુ સૌરાષ્ટ્રના ધાર્મિક પ્રવાસે આવી રહ્યા છે. અમિતાભ બચ્ચનની આધ્યાત્મિક ટુર ગીરનાર તીર્થ ક્ષેત્રની મુલાકાત લેશે. ભવનાથ તળેટીમાં આવેલ શ્રીગૌરક્ષ આશ્રમની મુલાકાત સાથે ભવનાથ મંદિર મહાદેવના દર્શન, ગીરનાર પર્વત આવેલ માં અંબાના દર્શન અને જૉ રોપ વે શરૂ હશે તો ત્યાં પણ જશે.બે દિવસના સૌરાષ્ટ્ર પ્રવાસમાં અમિતાભ બચ્ચન 26 ઓગષ્ટ કેશોદ એરપોર્ટથી કાર માર્ગે જુનાગઢ આવશે, અને ત્યારબાદ સોમનાથ અને દ્વારકા પણ જશે. છેલ્લે જામનગરથી ફરી મુંબઈ રવાના થશે. ખુશ્બુ ગુજરાતની એડ કેમ્પેઇન બાદ ફરી બીગ બી સૌરાષ્ટ્રના ધર્મ સ્થાનોની મુલાકાતે આવી રહ્યા છે.