Not Set/ બોમ્બ હુમલાનાં ઇ-મેઇલ કરનારની મુંબઈથી ધરપકડ, જાણો કોને, કેવી રીતે, કેમ આપી ઘમકી

અનેક લોકોને મોક્યા છે ઘમકી ભર્યા ઇ-મેઇલ દિલ્હીમાં રાષ્ટ્રીય રાજકીય પક્ષના વડામથક પર બોમ્બ હુમલો કરવાની ધમકી તો સાથે સાથે દિલ્હીનાં સીએમ અરવિંદ કેજરીવાલ સહિત કેટલાક વરિષ્ઠ રાજકારણીઓને ઉડાવી દેવાની ધમકી ભર્યા મેઇલ મોકલવાનાં મામલે દિલ્હી પોલીસે મુંબઇમાં રહેતા એક યુવાનની ધરપકડ કરી છે. સાયબર સેલના ડેપ્યુટી કમિશનરે શુક્રવારે કહ્યું કે, 28 વર્ષીય અભિષેક તિવારીની […]

India
Arvind Kejriwal 2 બોમ્બ હુમલાનાં ઇ-મેઇલ કરનારની મુંબઈથી ધરપકડ, જાણો કોને, કેવી રીતે, કેમ આપી ઘમકી

અનેક લોકોને મોક્યા છે ઘમકી ભર્યા ઇ-મેઇલ

દિલ્હીમાં રાષ્ટ્રીય રાજકીય પક્ષના વડામથક પર બોમ્બ હુમલો કરવાની ધમકી તો સાથે સાથે દિલ્હીનાં સીએમ અરવિંદ કેજરીવાલ સહિત કેટલાક વરિષ્ઠ રાજકારણીઓને ઉડાવી દેવાની ધમકી ભર્યા મેઇલ મોકલવાનાં મામલે દિલ્હી પોલીસે મુંબઇમાં રહેતા એક યુવાનની ધરપકડ કરી છે.

સાયબર સેલના ડેપ્યુટી કમિશનરે શુક્રવારે કહ્યું કે, 28 વર્ષીય અભિષેક તિવારીની ધરપકડ કરવામાં આવી છે. તેણે જ  દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલને ધમકી ભર્યા મેઈલ કર્યા હતા.

bomb blast બોમ્બ હુમલાનાં ઇ-મેઇલ કરનારની મુંબઈથી ધરપકડ, જાણો કોને, કેવી રીતે, કેમ આપી ઘમકી
file photo

લોકોનું ધ્યાન આકર્ષિત કરવા કંઈક મોટું કરવા માંગતો હતો

ગુરુવારે દિલ્હી પોલીસ દ્વારા અભિષેકની નાલાસોપારા ખાતેથી ધરપકડ કરવામાં આવી હતી. આરોપીએ અગાઉ પણ દિલ્હીમાં રાષ્ટ્રીય રાજકીય પક્ષના વડામથક પર બોમ્બ હુમલો કરવાની ધમકી આપી હતી. દિલ્હી પોલીસે ટ્વીટ કર્યું હતું કે,  ‘આરોપી મુંબઇમાં ફર્નિચર ફોમ  ડિસ્ટ્રિબ્યુટરનું કામ કરે છે. તે શાળા છોડી દેવાના કારણે અને તેની નોકરી અને જીવનથી ખુશ નથી. અને લોકોનું ધ્યાન આકર્ષિત કરવા કંઈક મોટું કરવા માંગતો હતો. અને તેના દિમાગમાં મોટા રાજકારણીઓ માટે ધમકીભર્યો મેઈલ મોકલવાનો વિચાર આવ્યો હતો.

kejriwal coughing બોમ્બ હુમલાનાં ઇ-મેઇલ કરનારની મુંબઈથી ધરપકડ, જાણો કોને, કેવી રીતે, કેમ આપી ઘમકી

પહેલા પણ આપી હતી ઘમકી, કોઇએ ન આપ્યું ધ્યાન

તેણે સૌથી પહેલા, મુંબઈના મોટા રાજકીય પક્ષના મ્યુનિસિપલ કોર્પોરેશનના નગર નિગમ અધિકારીને આ રીતે ધમકી ભર્યો મેઈલ મોકલ્યો હતો. યોગ્ય પ્રત્યુતર ના મળતા તેને વરિષ્ઠ રાજકારણીઓને મેઇલ મોકલ્યો. પોલીસે કહ્યું, ‘પહેલા તેણે દિલ્હીના સીએમને ધમકી ભર્યો મેઈલ મોકલ્યો. દિલ્હી પોલીસ તેની શોધ કરી રહી છે, તે બબત થી અજાણ, તેણે  ફરીથી દિલ્હી ખાતે આવેલા એક રાજકીય પાર્ટીના મુખ્યાલય પર બોમ્બ હુમલો કરવાની ધમકી આપી હતી. પરંતુ આ વખતે તે છટકી શક્યો નહીં અને સાયબર સેલ દ્વારા તેની ધરપકડ કરવામાં આવી છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.