india news/ હજારીબાગના હબીબીનગરમાં બોમ્બ વિસ્ફોટ થયો, જમીનમાં દટાયેલું હતું બોમ્બ, ત્રણના મોત એક ગંભીર ઘાયલ

હજારીબાગ સદર પોલીસ સ્ટેશનની હદમાં આવેલા હબીબીનગર વિસ્તારમાં ભીષણ બોમ્બ વિસ્ફોટ (Bomb blast) થયો હતો.

Trending NATIONAL India
બોમ્બ વિસ્ફોટ

Jharkhand News: હજારીબાગ સદર પોલીસ સ્ટેશનની હદ હેઠળ આવેલા હબીબીનગર વિસ્તારમાં બુધવારે થયેલા બોમ્બ વિસ્ફોટ (Bomb blast) માં ત્રણ લોકોનું ઘટનાસ્થળે જ મોત થયું હતું, જ્યારે એક વ્યક્તિ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો.

મળતી માહિતી મુજબ મૃતકોમાં મો. યુનુસના પુત્ર સદ્દામ, તેમની પુત્રી પરવીન તેમજ એક અન્ય વ્યક્તિનો સમાવેશ થાય છે. વહીવટીતંત્રે જણાવ્યું છે કે તપાસ પૂર્ણ થયા બાદ જ સમગ્ર ઘટનાની સ્થિતિ સ્પષ્ટ થઈ શકશે.

ઈજાગ્રસ્તોને સારવાર માટે સદર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યાં તેમની હાલત નાજુક હોવાનું જણાવા મળ્યુ છે. ઘટનાના પગલે સમગ્ર વિસ્તારમાં ભય અને અફરાતફરીનો માહોલ સર્જાયો છે.

બોમ્બ ઝાડીઓ વચ્ચે જમીનમાં દટાયેલું હતું

સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર હબીબીનગર વિસ્તારમાં ઝાડીઓ સાફ કરવાની કામગીરી ચાલી રહી હતી. આ દરમિયાન જમીનમાં દાટેલા બોમ્બમાં અચાનક વિસ્ફોટ થયો હતો.

હજારીબાગ

તેમનું કહેવું છે કે સફાઈ કરતી વખતે પાવડો અથવા અન્ય કોઈ સાધન બોમ્બને વાગતા આ દુર્ઘટના સર્જાઈ હતી. વિસ્ફોટ એટલો ભયાનક હતો કે આસપાસ હાજર લોકો ભયભીત થઈ ગયા હતા.

ઘટનાના સમયે સ્થળ પર ચીસો-બૂમો મચી ગઈ હતી. જાણ થતાં જ સદર પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી, સમગ્ર વિસ્તારને ઘેરો કરી લીધો અને ઘાયલોને બચાવી સારવાર માટે મોકલ્યા. હાલ પોલીસે મૃતકોના મૃતદેહો કબજામાં લઈને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે.

પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર, તમામ સંભવિત દૃષ્ટિકોણોને ધ્યાનમાં રાખીને ઘટનાની વિગતવાર તપાસ હાથ ધરવામાં આવી છે. નોંધનીય છે કે આ વિસ્તાર અગાઉ પણ વિસ્ફોટની ઘટનાઓને કારણે ચર્ચામાં રહ્યો છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:દિલ્હી બ્લાસ્ટ: કાશ્મીર-ફરીદાબાદના 25 લોકોના નામ, ‘આતંકના ડોક્ટરો’ની ડાયરીમાં શું થયા ખુલાસા

આ પણ વાંચો:આતંકવાદી ઉમર વિસ્ફોટ પહેલા મસ્જિદમાં ગયો હતો, પછી નિર્દોષ લોકોના લીધા જીવ

આ પણ વાંચો:દિલ્હી આતંકવાદી હુમલાનો ખુલાસો…ભારતના ચાર શહેરોમાં IED વિસ્ફોટનો પ્લાન, આઠ શંકાસ્પદોનું કાવતરું