Not Set/ રથયાત્રા પુર્વે અમદાવાદમાંથી મળ્યાં ઘાતક બોંબ

અમદાવાદ અમદાવાદમાંથી નીકળનારી પવિત્ર રથયાત્રાને 24 કલાક બાકી છે ત્યારે શહેરમાંથી ઘાતક બોંબ મળી આવ્યાં હતા.અમદાવાદના ગોમતીપુર વિસ્તારમાંથી પોલિસને 32 બોરની પિસ્તોલ,5 સુતળી બોંબ,12 પાઇપ બોંબ મળી આવ્યા હતા.પોલિસે એક વ્યક્તિની અટકાયત કરી છે. અમદાવાદના ગોમતીપુર વિસ્તારનો જાણીતો બુટલેગર શફીક સિંધી ઉર્ફ ગુડ્ડુ પાસે વિસ્ફોટક સામાન હોવાની બાતમીના આધારે પોલિસે રેડ કરી હતી. આ રેડમાં […]

Top Stories
ahd Rathyatra 1 રથયાત્રા પુર્વે અમદાવાદમાંથી મળ્યાં ઘાતક બોંબ

અમદાવાદ

અમદાવાદમાંથી નીકળનારી પવિત્ર રથયાત્રાને 24 કલાક બાકી છે ત્યારે શહેરમાંથી ઘાતક બોંબ મળી આવ્યાં હતા.અમદાવાદના ગોમતીપુર વિસ્તારમાંથી પોલિસને 32 બોરની પિસ્તોલ,5 સુતળી બોંબ,12 પાઇપ બોંબ મળી આવ્યા હતા.પોલિસે એક વ્યક્તિની અટકાયત કરી છે.

અમદાવાદના ગોમતીપુર વિસ્તારનો જાણીતો બુટલેગર શફીક સિંધી ઉર્ફ ગુડ્ડુ પાસે વિસ્ફોટક સામાન હોવાની બાતમીના આધારે પોલિસે રેડ કરી હતી. આ રેડમાં પોલિસને ગુડ્ડ પાસેથી કેટલાંક બોંબ મળી આવ્યા હતા.જો કે આ બોંબ કેમ બનાવવામાં આવ્યાં હતા અને તેનો શું ઉપયોગ થવાનો હતો તે અંગે પોલિસ તપાસ કરી રહી છે. ઉલ્લેખનીય છે કે, ગુડ્ડુ અમદાવાદનો કુખ્યાત બુટલેગર છે અને લાંબા સમયથી ગોમતીપુર અને નજીકની વિસ્તારોમાં ઇંગ્લિશ દારૂના અડ્ડાઓ ચલાવે છે.

(તસ્વીર પ્રતીકાત્મક છે)