Rajkot/ વાંકાનેરની સિરામિક ફેકટરી setmax માંથી મળ્યો બોમ્બ, બોમ્બ સ્ક્વોડે ડિફ્યુઝ કરતા હાશકારો

વાંકાનેરના સરતાનપર રોડ પર પરની સેટ મેક્સ નામની ટાઈલ્સ ફેક્ટરીના સિક્યુરીટી ગાર્ડને એક પરપ્રાંતીય શખ્શ ગીફ્ટ પેકિંગમાં બોક્સ આપી ગયો હતો અને બોક્સ મેઈન શેઠને આપવા જણા

Top Stories Gujarat
1

વાંકાનેરના સરતાનપર રોડ પર પરની સેટ મેક્સ નામની ટાઈલ્સ ફેક્ટરીના સિક્યુરીટી ગાર્ડને એક પરપ્રાંતીય શખ્શ ગીફ્ટ પેકિંગમાં બોક્સ આપી ગયો હતો અને બોક્સ મેઈન શેઠને આપવા જણાવ્યું હતું. જેથી સિક્યુરીટી ગાર્ડ ગીફ્ટ બોક્સ ફેક્ટરી સંચાલક વિનોદભાઈ ભાડજા રહે મોરબી રવાપર રોડ વિદ્યુત સોસાયટી વાળાને ઓફિસમાં પહોંચાડ્યું હતું.  ગીફ્ટ બોક્સ વિનોદભાઈએ ખોલતાં ગીફ્ટ બોક્સમાં કોઈ ગીફ્ટની આઈટમ ન હતી પરંતુ વાયરો અને સર્કીટ જેવી શંકાસ્પદ વસ્તુઓ જોવા મળતા તુરંત પોલીસને જાણ કરતા પોલીસ ટીમો દોડી ગઈ હતી.

PM Modi / વડાપ્રધાન મોદી આજે અર્થશાસ્ત્રીઓ સાથે કરશે મંત્રણા, આ અંગે થ…

પોલીસે ઘટના સ્થળ પર પહોંચી બનાવની તપાસ ચલાવી હતી. પોલીસને જાણ કરતા જીલ્લા એસપી, ડીવાયએસપી ઉપરાંત એલસીબી, એસઓજી અને સ્થાનિક પોલીસ ટીમો દોડી ગઈ હતીપોલીસ દ્વારા બોમ્બ સ્કોડને બોલવામાં આવી હતી અને ત્યારે બાદ બૉમ્બ સ્ક્વોડ  ટિમ દ્વારા તે બૉમ્બ હોવાનું જણાવ્યું હતું અને સ્ક્વોડ ટિમ દ્વારા તે બોમ્બ ડિફ્યુઝ કરવામાં આવ્યો હતો બૉમ્બ ડિફ્યુઝ કરતા તમામ લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.

Railway / 9 જાન્યુઆરીથી મુંબઈથી દિલ્હી સફર માત્ર 55 મિનિટમાં ખેડાશે, ર…

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…