Not Set/ બેઘર અને ભિખારીઓએ પણ દેશ માટે કંઇક કરવું જોઈએ, જો બધું મફત આપવામાં આવે તો તેઓ કામ કરશે નહીં: બોમ્બે હાઇકોર્ટે

તમારી અરજી આ વર્ગની વસ્તીમાં વધારો કરી શકે છે. અરજદારે સવાલ ઉઠાવતા કોર્ટે કહ્યું કે જો પિટિશનમાં કરવામાં આવેલી તમામ વિનંતીઓ સ્વીકારવામાં આવે તો તે લોકોને કામ ન કરવા આમંત્રણ આપવા જેવું થશે.

Top Stories India

ગરીબ અને નિરાધાર લોકો માટે સરકારની ઘણી યોજનાઓ ચાલે છે પરંતુ તે અંગે બોમ્બે હાઈકોર્ટે દ્વારા ટીપ્પણી કરવામાં આવી છે કે આ સુવિધાઓને કારણે બેઘર અને ભિખારીઓ કઈ કામ કરશે નહી. તેમણે પણ દેશ માટે કઈ કરવું જોઈએ.

કોર્ટની આ ટિપ્પણી મુંબઈના રહેવાસી બ્રિજેશ આર્યની અરજી પર આવી હતી. આર્યાએ કોર્ટને વિનંતી કરી હતી કે લોકડાઉન દરમિયાન બીએમસીને શહેરમાં બેઘર, ભીખારી અને ગરીબ લોકોને રોજનું ત્રણ ટંક ભોજન, પીવાનું પાણી, રહેવાની વ્યવસ્થા અને અને જાહેર શૌચાલય પ્રદાન કરવા માટે નિર્દેશ કરવામાં આવ્યો છે.

કોર્ટમાં BMC નો જવાબ

સુનાવણી દરમિયાન બીએમસીએ કોર્ટને કહ્યું હતું કે એનજીઓની મદદથી આવા લોકોને જમવાનું અને આની વર્ગની મહિલાઓને ખોરાક સાથે સેનિટરી નેપકિન્સ આપવામાં આવી રહ્યા છે. કોર્ટે બીએમસીની દલીલ સ્વીકારી હતી અને કહ્યું હતું કે ખાદ્ય અને જરૂરી ચીજો પૂરા પાડવા અંગે આગળના નિર્દેશો આપવાની જરૂર નથી.

જો વિનંતી સ્વીકારવામાં આવે તો, લોકો કામ કરશે નહીં

આ કેસની સુનાવણી દરમિયાન ડબલ બેંચે કહ્યું હતું કે બેઘર અને ભિખારીઓએ પણ દેશ માટે કામ કરવું જોઈએ. દરેક વ્યક્તિ કામ કરે છે. રાજ્ય બધું પ્રદાન કરી શકતું નથી. તમારી અરજી આ વર્ગની વસ્તીમાં વધારો કરી શકે છે. અરજદારે સવાલ ઉઠાવતા કોર્ટે કહ્યું કે જો પિટિશનમાં કરવામાં આવેલી તમામ વિનંતીઓ સ્વીકારવામાં આવે તો તે લોકોને કામ ન કરવા આમંત્રણ આપવા જેવું થશે.

શૌચાલયોનો મફત ઉપયોગ કરવાની મંજૂરી આપો

કોર્ટે પોતાના ચુકાદામાં કહ્યું છે કે શહેરમાં જાહેર શૌચાલયો છે અને તેમના ઉપયોગ માટે સમગ્ર શહેરમાં નજીવા ખર્ચ લેવામાં આવે છે. કોર્ટે કહ્યું કે બીએમસીએ બેઘર લોકોને આવી સુવિધા વિના મૂલ્યે વાપરવાની છૂટ આપવી જોઈએ. કોર્ટે એ પણ નોંધ્યું છે કે અરજીમાં ઘરવિહોણા કોણ છે તે અંગે વિસ્તૃત વિગતો આપવામાં આવી નથી, અને શહેરમાં ઘરવિહોણા વસ્તીનો પણ ઉલ્લેખ કર્યો નથી.

બેઘર નિશુલ્ક રસીકરણ

કોરોના ચેપના ભયને ધ્યાનમાં રાખીને, બીએમસી, થાણે મ્યુનિસિપલ કોર્પોરેશન (ટીએમસી) અને નવી મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (એનએમસી) દ્વારા ભિક્ષુકોને નિ:શુલ્ક રસી આપવામાં આવી રહી છે. બીએમસીએ આ માહિતી હાઇકોર્ટને પણ આપી છે. હાઈકોર્ટે તેમના રસીકરણ અંગે સરકારને થોડા દિવસો પહેલા માર્ગદર્શિકા જારી કરવા પણ જણાવ્યું હતું.