Mehsana News: મહેસાણા (Mehsana)માં ફરી એકવાર લુટેરી દુલ્હન (robber bride)નો આતંકનો કિસ્સો પ્રકાશમાં આવ્યો. લુટેરી દુલ્હને યુવકને લગ્નની લાલચ આપી લાખો રૂપિયાની છેતરપિંડી કરી. આ યુવક કડીના રણછોડપુરા ગામનો છે. રણછોડપુરા ગામના આ યુવકને લુટેરી દુલ્હને પોતાની વાતોમાં ફસાવી લગ્નની લાલચ આપી. યુવક યુવતી સાથે લગ્નના સપના જોવા લાગ્યો. જે યુવતી સાથે લગ્ન થવાના હતા તેણે બહાનુ બતાવી યુવક પાસે મદદ માટે રૂપિયાની માંગણી કરી. યુવકે વિશ્વાસ સાથે યુવતીને 2.5 લાખ જેટલા રૂપિયા આપ્યા. રૂપિયા મળવાની સાથે જ થોડા જ દિવસમાં યુવતી ગાયબ થઈ ગઈ.
લગ્નની લાલચ આપી યુવતીએ યુવક સાથે છેતરપિંડી કરતાં પોલીસમાં ફરિયાદ નોંધાવી. 22 વર્ષીય લગ્ન વાચ્છુક યુવાનને લગ્નની લાલચ આપી ઠગાઈ કરવાના મામલામાં પોલીસે લગ્નના નામે ગેંગ ચલાવનાર યુવતી સામે છેતરપિંડીનો ગુનો નોંધી તપાસ હાથ ધરી. હાલમાં લગ્નની લાલચ આપનાર આ યુવતીની ઓળખ નાયકા તેજલ બતાવી હતી. પોલીસને શંકા છે કે આ યુવતી સાથે અન્ય લોકો પણ ગુનામાં સામેલ હોઈ શકે. એજન્ટ દ્વારા યુવક સાથે નાયકા તેજલ નામની યુવતીની ઓળખ થઈ હતી. યુવક પાસેથી પૈસા લીધા બાદ એજન્ટો પણ ફરાર થતાં પોલીસની શંકા વધુ દૃઢ થઈ છે.
યુવકે ચાર એજન્ટ અને યુવતી તેજલ નાયકા સામે કડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધી. યુવતી તેજલ નાયકા ઉપરાંત ચાર એજન્ટના નામ રમણભાઈ,પટેલ રવજી,પ્રવીણ સોલંકી અને સોલંકી પૂજા હોવાનું જણાવ્યું. નોંધનીય છે કે અત્યાર સુધી મોટા મોટા શહેરમાં લુટેરી દુલ્હનના કિસ્સા જોવા મળતા હતા. જયારે હાલમાં રણછોડપુરા ગામમાં લુટેરી દુલ્હનનો કિસ્સો સામે આવતા લોકોમાં ગુનાની માનસિકતા કેટલી હદે વધી છે તે સામે આવ્યું છે. યુવતીઓ પૈસા કમાવવા આવા અવનવા કિમીયા અપનાવવા લાગી છે.
આ પણ વાંચો: મહેસાણાના કડીમાં રેશનિંગનું અનાજ બારોબાર સગેવગે કરવાનું કૌભાંડ
આ પણ વાંચો: મહેસાણા જિલ્લા આરોગ્ય વિભાગ માં વધુ એક કૌભાંડ
આ પણ વાંચો: મહેસાણામાં ખેરવાની ગણપત યુનિવર્સિટીનો વીડિયો વાયરલ
