- ગુજરાતમાં ઠંડીએ રેકોર્ડ તોડ્યો
- ત્રીજી વખત ઠંડીનો પારો 10 ડીગ્રીએ પહોંચ્યો
- નલિયામાં 10 વર્ષનો રેકોર્ડ તૂટ્યો
- નલિયામાં ઠંડીનો પારો 2 ડિગ્રીએ પહોંચ્યો
- ઠંડા પવનોને પગલે હાડ ગાળી નાખતી ઠંડી,
- ગાંધીનગરનું લઘુતમ તાપમાન સિંગલ ડિજિટમાં
- અમદાવાદમાં ઠંડીનો પારો 10 ડીગ્રીએ પહોંચ્યો
- સુરત, વડોદરા, રાજકોટ પણ ઠંડીમાં ઠૂંઠવાયા
Cold broke records in Gujarat; ગુજરાતમાં ઠંડીએ માઝા મૂકી છે,છેલ્લા ત્રણ દિવસથી કડકડતી ઠંડી રાજ્યમાં પડિ રહી છે. ગુજરાતના નલિયામાં 10 વર્ષનો રેકોર્ડ તૂટ્યો છે.ત્રીજી વખત પારો ગગડીને 2 ડિગ્રીએ પહોચ્યો છે, જેના લીધે હાડ થજવતી ઠંડી જોવા મળી રહી છે. ઠંડા પવન સાથે ઠંડીનું પ્રમાણ ગુજરાતમાં ખુબ વધ્યું છે. રાજ્યના નલિયામાં ઠંડીનો પારો 2 ડિગ્રીએ પહોચ્યો છે. જયારે ગાંધીનગરમાં લઘુતમ તાપમાન સિંગલ ડિજિટમાં જોવા મળ્યું છે. હવામાન વિભાગે (IMD) કહ્યું છે કે, 19 જાન્યુઆરીથી શીતલહરની સ્થિતિ ઓછી થવાની સંભાવના છે, કારણ કે બે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પશ્ચિમી હિમાલયન ક્ષેત્રને ઝડપથી અસર કરે તેવી શક્યતા છે.
જયારે મેટ્રો સીટી અમદાવાદની (Cold broke records in Gujarat) વાત કરીએ તો પવન સાથે ઠંડીનો અહેસાસ જોવા મળ્યો હતો, ઠંડીનો પારો નીચે ગગડ્યો હતો, શહેરનો પારો 10 ડિગ્રી એ પહોચ્યો છે.રાજ્યમાં ઠંડીનું પ્રમાણ વધતા લોકોએ બિનજરૂરી રીતે વહેલા બહાર જવાનુ ટાળ્યું છે. ઠંડીથી બચવા માટે તાપણી કરતા નજરે જોવા મળી રહ્યા છે. આ ઠંડીમાં સુરત, વડોદરા,રાજકોટ પણ ઠૂંઠવાયા હતા. હજુ આગામી ત્રણથી ચાર દિવસ દરમિયાન મોટા ભાગનાં શહેરોમાં ઠંડીનું જોર યથાવત્ રહેવાની શક્યતા છે, જેથી અમદાવાદમાં સીઝનમાં ત્રીજી વખત ઠંડીનો પારો 10 ડીગ્રી નીચે પહોંચ્યો છે. અમદાવાદના તાપમાનમાં સાડા પાંચ ડીગ્રીનો ઘટાડો થતાં લોકોએ કાતિલ ઠંડીનો અનુભવ કર્યો હતો.
ઉત્તર ભારતની વાત કરીએ તો દિલ્હી, પંજાબ અને ઉત્તર પ્રદેશ સહિત ઉત્તર પશ્ચિમ ભારત તીવ્ર ઠંડીથી ધ્રૂજી રહ્યું છે. હાલ આગામી બે દિવસ ઠંડીમાંથી રાહત મળવાની કોઈ આશા નથી. પહાડો પરથી ફૂંકાતા બર્ફીલા પવનોને કારણે મેદાની વિસ્તારોમાં ભારે ઠંડી પડી રહી છે. સોમવારે દિલ્હીની રાજધાની સફદરજંગમાં સીઝનનું લઘુત્તમ તાપમાન 1.4 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું.દિલ્હીમાં મંગળવારે પણ શીત લહેર યથાવત રહેશે. દિલ્હીમાં વિઝિબિલિટી 600 મીટર છે. દિલ્હીનું લઘુત્તમ તાપમાન 2.7 અને મહત્તમ 18.7 નોંધાય તેવી શક્યતા છે.
ઉલ્લેખનીય છે કે પંજાબ, રાજસ્થાન, હરિયાણા, ચંદીગઢ અને દિલ્હીમાં 18 જાન્યુઆરી સુધી કોલ્ડ વેવની સ્થિતિ રહેશે. ઉત્તર પ્રદેશ અને બિહારમાં 17 થી 19 જાન્યુઆરી સુધી અને મધ્યપ્રદેશ, હિમાચલમાં 17 થી 18 જાન્યુઆરી સુધી ઠંડીનું મોજું ચાલુ રહેવાની આગાહી કરવામાં આવી છે.
