Vadodara/ ડીજેના સ્પીકરમાં સંતાડીને દારૂ વેચતો બૂટલેગર ઝડપાયો

આરોપી પિન્ટુ ગવળી શુભપ્રસંગોએ ડીજેની આડમાં દારૂ પીરસતો હોવાનું કહેવાય છે. તે સિવાય પોલીસે આ કેસમાં પવન, રવિ અને મહિડા નામથી ઓળખાતા શખ્સોની વોન્ટેડ જાહેર કરીને તેમની શોધ હાથ ધરી છે.

Top Stories Gujarat
Beginners guide to 2024 03 08T161850.189 ડીજેના સ્પીકરમાં સંતાડીને દારૂ વેચતો બૂટલેગર ઝડપાયો

@ નિકુંજ પટેલ

Vadodara News: સંસ્કારી નગરી ગણાતા વડોદરામાં બૂટલેગરોએ હવે પોલીસથી બચવા નવી જ મોડ્સ ઓપરેન્ડી અજમાવી છે. પોલીસે એક એવા બૂટલેગરને ઝડપી લીધો છે જે ડીજેના સ્પીકરમાં દારૂ વેચતો હતો. પોલીસે તેની ધરપકડ કરીને રૂપિયા 6,36,000 નો મુદ્દામાલ કબજે કર્યો છે.

વડોદરા ક્રાઈમ બ્રાંચે બુટલેગર અને ડીજે સંચાલક પ્રદિપ ઉર્ફે પિન્ટુ ગવળીની ધરપકડ કરી છે. બુટલેગર ગવળી ડીજેના સ્પીકરમાં દારૂ સંતાડીને વેચતો હોવાની ચોંકાવનારી માહિતી બહાર આવી છે. ડીજેના સ્પીકર ઉપરાંત ચોરખાના અને ભોંયરામાંથી પણ પોલીસને દારૂની બોટલોનો જથ્થો મળી આવ્યો હતો.

આરોપી પિન્ટુ ગવળી શુભપ્રસંગોએ ડીજેની આડમાં દારૂ પીરસતો હોવાનું કહેવાય છે. તે સિવાય પોલીસે આ કેસમાં પવન, રવિ અને મહિડા નામથી ઓળખાતા શખ્સોની વોન્ટેડ જાહેર કરીને તેમની શોધ હાથ ધરી છે.

ક્રાઈમ બ્રાંચે દારૂ સહિત 6,36,000 નો મુદ્દમાલ કબજે કરીને વધુ તપાસ હાથ ધરી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચોઃ 

આ પણ વાંચોઃ 

આ પણ વાંચોઃ