Anand News/ બોરસદ છ કલાકમાં 14 ઇંચ વરસાદથી જળબંબાકાર

આણંદના બોરસદમાં માત્ર 6 કલાકમાં જ 14 ઈંચ જેટલો વરસાદ ખાબકતા જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે. રાજ્યના 10 તાલુકાઓમાં આજે સવારે 6 થી બપોરે 4 વાગ્યા દરમિયાન પાંચ ઈંચ કે તેથી વધુ વરસાદ વરસી ચૂક્યો છે.

Gujarat Ahmedabad Breaking News

Gandhinagar News: હવામાન વિભાગના જણાવ્યા મુજબ બંગાળની ખાડીમાં સર્જાયેલું લો પ્રેશર મધ્યપ્રદેશ થઈને ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે. જેના કારણે રાજ્યના કેટલાક જિલ્લામાં અતિથી અતિ ભારે વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગ દ્વારા આજે રાજ્યના મધ્ય, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના 10 જિલ્લાઓ અને બે સંઘપ્રદેશમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. આણંદના બોરસદમાં માત્ર 6 કલાકમાં જ 14 ઈંચ જેટલો વરસાદ ખાબકતા જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે. રાજ્યના 10 તાલુકાઓમાં આજે સવારે 6 થી બપોરે 4 વાગ્યા દરમિયાન પાંચ ઈંચ કે તેથી વધુ વરસાદ વરસી ચૂક્યો છે.

સૌરાષ્ટ્રમાં  અમરેલી જિલ્લાના બગસરામાં વરસી રહેલા વરસાદના કારણે અમરેલી રોડ પર આવેલી ગૌશાળા નજીક રહેતા 4 વ્યકિતઓ ફસાયા હતા.જેની જાણ થતા તંત્રને થતા ફાયરબ્રિગેડની ટીમે વીજકંપનીના કર્મચારીઓ સાથે ઘટનાસ્થળ પર પહોંચી ચારેય લોકોનું રેસ્ક્યૂ કર્યું હતું.

દક્ષિણ ગુજરાતમાં  નવસારી જિલ્લા સહિત દક્ષિણ ગુજરાતમાં છેલ્લા 48 કલાકથી ભારે વરસાદને કારણે નદીઓએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. નવસારી શહેરમાંથી પસાર થતી પૂર્ણા નદીની વાત કરવામાં આવે તો, 23 ફૂટની ભયજનક સપાટી વટાવી દીધી છે અને વધુ સપાટી વટાવે તેવી સંભાવના જોવામાં આવી રહી છે. પૂર્ણા નદીના નીચાણવાળા વિસ્તારો જેવા કે દશેરા ટેકરી, ભેંસતખાળા, શાંતાદેવી સહિતના વિસ્તારોમાં પાલિકાએ વાહન ફેરવીને માઈક દ્વારા એલર્ટ રહેવાની સૂચના આપવામાં આવી છે, નીચાણ વાળા વિસ્તારમાં પાણી ભરાય તો રહેણાંક વિસ્તારના લોકોને સ્થળાંતરિત કરવા પડે તેવી સ્થિતિ છે.

આ ઉપરાંત માણાવદર, વંથલી, મેંદરડા મતવિસ્તારના ધારાસભ્ય અરવિંદભાઈ લાડાણી તંત્ર સાથે અસરગ્રસ્ત ગામોની મુલાકાતે છે. ત્યારે અસરગ્રસ્ત ગામોની મુલાકાત લેતા અરવિંદભાઈ લાડાણીએ જણાવ્યું હતું કે, આ વિસ્તારમાં ખેડૂતોએ જે પોતાના ખેતરમાં વાવણી કરી હતી તે ભારે વરસાદના કારણે નિષ્ફળ ગઈ છે. જેને લઇ ખેડૂતો હાલ મુશ્કેલીમાં મુકાયા છે. ત્યારે આ મામલે સરકાર વહેલી તકે સર્વે કરાવી ખેડૂતો અને અસરગ્રસ્તોને સ્પેશિયલ પેકેજની જાહેરાત કરી સહાય ચૂકવે તેવી રજૂઆત કરશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: TRP ગેમઝોન અગ્નિકાંડ મામલે પોલીસ આજે કોર્ટમાં ચાર્જશીટ ફાઇલ કરશે

આ પણ વાંચો: ભારે વરસાદ અને પૂરની વચ્ચે કચ્છ પોલીસે પાંચના જીવ બચાવ્યાં

આ પણ વાંચો: નાગરિકોની ઓનલાઇન ફરિયાદો-નિવારણ કાર્યક્રમ લોન્ચ કરશે સીએમ ભુપેન્દ્ર પટેલ