Not Set/ #Boycott_China/ શું આપણે જાણીએ છીએ ચાની વસ્તુનો ઉપભોગ અર્થતંત્રને કેટલો નુકસાન કારક છે?

ગ્રહાક તો અંતે ગ્રહાક જ છે તે, ભારતીય હોય, અમેરિકન હોય, આફ્રિકન હોય કે ચાઇનીઝ હોય. ખરીદીમાં દેશ દાઝ મહદઅંશે ભારતમાં જોવામાં આવતી નથી. આનુ કારણે કદાચ અજાણતા હોઇ શકે. દેશ દાઝનાં નામે ભારતમાં ઘણુ થયુ છે અને થાય છે, તો આવનાર સમયમાં પણ થશે જ. તો પછી દેશ દાઝમાં ચાઇનીઝ વસ્તુનો બહિષ્કાર કેમ નહીં??? ઘણા […]

Uncategorized
aa4d081f067e9a7f445feade84ab2c8a 1 #Boycott_China/ શું આપણે જાણીએ છીએ ચાની વસ્તુનો ઉપભોગ અર્થતંત્રને કેટલો નુકસાન કારક છે?

ગ્રહાક તો અંતે ગ્રહાક જ છે તે, ભારતીય હોય, અમેરિકન હોય, આફ્રિકન હોય કે ચાઇનીઝ હોય. ખરીદીમાં દેશ દાઝ મહદઅંશે ભારતમાં જોવામાં આવતી નથી. આનુ કારણે કદાચ અજાણતા હોઇ શકે. દેશ દાઝનાં નામે ભારતમાં ઘણુ થયુ છે અને થાય છે, તો આવનાર સમયમાં પણ થશે જ. તો પછી દેશ દાઝમાં ચાઇનીઝ વસ્તુનો બહિષ્કાર કેમ નહીં???

ઘણા ડાહ્યા માણસો દ્વારા તેવી પણ દલિલો સાંભળમાં આવે છે કે, જ્યારે ચીન અને ચીની વસ્તુઓ ભારતને આટલું આર્થિક નુકસાન પહોંચાડી રહી છે તો પછી સરકાર ચીની વસ્તુઓનાં આયાત પર પ્રતિબંઘ કેમ નાખી દેતી નથી.

ક્લિક કરો આ લીંક પર અને તમે પણ જોડાવ દેશને અત્મનિર્ભર કરવાનાં આ અભિયાનમાં #Boycott_China, #Mantavyanews

આપને જણાવી દઇએ કે, આ વાત અસંભવ છે. વિશ્વ વ્યાપાર સંગઠનની જોગવાઈઓ અનુસાર કોઈ પણ દેશ કારણ વગર બીજા દેશમાંથી પોતાના દેશમાં આયાત કે નિકાસ થનારા ઉત્પાદનો પર તમામ રીતે પ્રતિબંધ ન લગાવી શકે. તે સાથે જ ભારત ચીનમાં ખુબ ઓછો જથ્થો નિકાસ કરે છે. જો સરકાર ચીની ઉત્પાદનો પર કર વધારવાનો નિર્ણય લઈ પણ લે, તો તેની અસર સૌથી વધુ સામાન્ય ભારતીય ઉપર જ પડવાની છે. માટે ન તો પ્રતિબંઘ નાખી શકાય અને ન તો કરમાં વઘારો ઝીંકી શકાય. માત્ર અને માત્ર એક જ વસ્તુ થઇ શકે કે, આપણે આત્મનિર્ભર થઇએ અને ચીની વસ્તુઓની ખરીદી જ ન કરીએ. આપ મેળે માંગ ઘટતા આયાત બંદ થશે.

શું આપણે જાણીએ છીએ કે ભારતમાં ચીની ઉત્પાદનોનાં વેંચવા પર પ્રતિબંધ લગાવાય તો એક સામાન્ય ભારતીયના જીવનમાં ઘણી સમસ્યા આવી શકે છે. અને એવું એટલા માટે કે, દિવસભરમાં એક સામાન્ય ભારતીય જે પણ સામાન પોતાના માટે ઉપયોગમાં લે છે.  તેમાંથી 80% ટકા સામાન ચીનથી આયાત થાય છે કે, પછી ચીની ઉત્પાદન, ભારતીય કંપની દ્વારા વેંચવામાં આવે છે.  

ક્લિક કરો આ લીંક પર અને તમે પણ જોડાવ દેશને અત્મનિર્ભર કરવાનાં આ અભિયાનમાં #Boycott_China, #Mantavyanews

શુ તમે જાણવા માંગો છો કે, કંઈ-કંઈ ચીજ-વસ્તુઓ એવી છે જે ચીનમાં બનતી હોય છે અને તેનો ઉપયોગ પ્રત્યેક ભારતીય કરતા હોય.

મોબાઇલ

લેપટોપ, ડેસ્કટોપ

સ્ટેશનરીનો સામાન

બેટરી

બાળકોના રમકડાં

ફુટપાથ પર વેચાતા સામાન

ફુગ્ગાઓ

છરી અને બ્લેડ

કેલ્ક્યુલેટર

ચિપ્સનું પેકેટ બનાવતી મશીન

છત્રી

રેઇનકોટ

પ્લાસ્ટિકથી બનાલા સામાન

ટીવી, ફ્રિજ, એસી વગેરે

વૉશિંગ મશીન

પંખો

કારમાં ઉપયોગમાં લેવાતો કેટલોક સામાન

રમતોના સાધનો

રસોડામાં ઉપયોગમાં લેવાતો સામાન

મચ્છર મારનાર રેકેટ

દૂરબીન

મોબાઇલ એસેસરીઝ

હેવી ડ્યૂટી મશીનરી

કેમિકલ્સ

આયર્ન ઓર અને સ્ટીલ

ખાતર

ચશ્મા ફ્રેમ અને લેન્સ

ડોલ અને મગ

ફર્નિચર (સોફા, બેડ, ડાઇનિંગ ટેબલ)

સંરક્ષણ ક્ષેત્રને લગતા સામાન

ઇલેક્ટ્રિકલ માલસામાન

શું આપણે જાણીએ છીએ કે આ સામાન અને આ સામાનનાં આપણા દ્વારા થતા વ્યાપક વપરાશનાં કારણે ભારતને કેવી આર્થિક અસરો થાય છે. આવો જોઇએ કે આ મામલે ચીન અને ભારતનાં ભૂતકાળમાં વ્યાપાર આંકડોઓ શું કહે છે…??

2017-18માં ચીન 76.2 અબજ ડોલરનાં દ્વિપક્ષીય વ્યાપાર સાથે ભારતનો સૌથી મોટો ભાગીદાર છે પરંતુ વ્યાપારીક સ્થિતિ સંપૂર્ણ પણે ચીનના પક્ષમાં જાવામાં આવે છે. ભારત ચીનમાંથી 76 અબજ ડોલરની વસ્તુઓ આયાત કરે છે,  જ્યારે ચીન માત્ર 33 અબજ ડોલરની વસ્તુઓ જ ભારતમાંથી આયાત કરે છે. એટલે કે ભારત જે નિકાસ કરે છે તેનાથી ડબલ આયાત કરે છે. કોઇ પણ દેશનું અર્થતંત્ર તો જ મજબૂત બને જ્યારે તેની આયાત ઓછી અને નિકાસ વધારે હોય, જ્યારે ચીના મામલામાં આથી ઉલટું હોવાનાં કારણે જ ચીન ભારતીય અર્થતંત્ર માટે ખતારારૂપ છે.  

ક્લિક કરો આ લીંક પર અને તમે પણ જોડાવ દેશને અત્મનિર્ભર કરવાનાં આ અભિયાનમાં #Boycott_China, #Mantavyanews

2011-12માં ભારત અને ચીન વચ્ચે વ્યાપારિક નુકસાન 37.2 અબજ ડોલર હતું. જે ગત 6-7 વર્ષોમાં વધીને 40 અબજ ડોલર કરતા પણ વધારે થઇ ચુક્યું છે. ભારતીય અર્થતંત્ર માટે આ લાલબત્તિ સમાન ગણી શકાય તેવી બાબત છે.

વળી સૌથી મોટુ ભય સ્થાન એ છે કે, આયાત-નિકાસ એટલે કે, વ્યાપાર સંતુલન સાથે સાથે ભારતે તે પણ ધ્યાન આપવું પડશે કે, ચીન મોટે ભાગે વેલ્યુએડિશન ઉત્પાદનો જેવા કે મોબાઇલ ફોન, પ્લાસ્ટિક, ઇલેક્ટ્રીકલ્સ, મશીનરી, ઉપકરણોની નિકાસ કરે છે. પરંતુ તે ભારત પાસેથી કાચો માલ જેવો કે, કોટન, ખનીજ, ઇંધણ વગેરે જેવી વસ્તુઓની આયાત કરે છે.

ક્લિક કરો આ લીંક પર અને તમે પણ જોડાવ દેશને અત્મનિર્ભર કરવાનાં આ અભિયાનમાં #Boycott_China, #Mantavyanews

બીજી દ્વષ્ટિએ જોવામાં આવે તો ચીન ભારત પાસેથી મોટા પ્રમાણમાં કાચો માલ આયાત કરે છે અને તે જ માલથી ઉત્પાદન કરી ભારતને નિકાસમાં એવો પાક્કો માલ આપે છે જે ભારતીય અર્થતંત્રની કમર તોડી રહ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “Mantavya News ની નવી મોબાઇલ એપ્લિકેશન….