Iran/ બ્રેવો…ઈરાને કરી પાકિસ્તાન પર સર્જીકલ સ્ટ્રાઈક, બે સૈનિકોને છોડાવીને લઈ ગયા

પાકિસ્તાનમાં ફરી એક વાર સર્જિકલ સ્ટ્રાઇકના સમાચાર છે. આ વખતે પાકિસ્તાનમાં આ સર્જિકલ સ્ટ્રાઇક ઈરાન એ કરી છે. અહેવાલ છે કે ઈરાનના રેવોલ્યૂશનરી ગાર્ડ એ પાકિસ્તાનમાં ઘૂસીને પોતાના

Top Stories World
1

પાકિસ્તાનમાં ફરી એક વાર સર્જિકલ સ્ટ્રાઇકના સમાચાર છે. આ વખતે પાકિસ્તાનમાં આ સર્જિકલ સ્ટ્રાઇક ઈરાન એ કરી છે. અહેવાલ છે કે ઈરાનના રેવોલ્યૂશનરી ગાર્ડ એ પાકિસ્તાનમાં ઘૂસીને પોતાના બે સૈનિકોને મુક્ત કરાવી લીધા છે. આ સૈનિક 2018માં કિડનેપ કરવામાં આવેલા 12 સૈનિકોમાં સામેલ હતા. અનાદોલૂ એજન્સી મુજબ, પાકિસ્તાનની અંદર ઇન્ટેલિજન્સ જાણકારીના આધાર પર આ ઓપરેશનને પાર પાડવામાં આવ્યું છે.

Image result for image of iran surgical strike

Election / પદાધિકારીઓને ટિકિટ જોઈતી હોય તો પહેલા રાજીનામું આપે : સી.આર પાટીલ

આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ, પાકિસ્તાનના કટ્ટરપંથી વહાબી આતંકવાદી સંગઠન જૈશ-ઉલ-અદલે 16 ઓક્ટોબર, 2018ના રોજ બંને દેશોની સરહદ પર બલૂચિસ્તાન પ્રાંતના મર્કવા શહેરથી IRGCના 12 ગાર્સ્મનું અપહરણ કરી લીધું હતું. આ તમામ ગાર્ડ્સનું અપહરણ કરી તેમને બલૂચિસ્તાન પ્રાંતમાં રાખવામાં આવ્યા હતા. ત્યારબાદ બંને દેશોના સૈન્ય અધિકારીઓએ એક જોઇન્ટ કમિટી બનાવી અને 12 સૈનિકોમાંથી 5 સૈનિકોને મુક્ત કરાવી દીધા. નવેમ્બર 2018માં 5 સૈનિકોને મુક્ત કરાવ્યા બાદ 21 માર્ચ, 2019ના રોજ પાકિસ્તાની સેનાએ વધુ 4 સૈનિકોને મુક્ત કર્યા હતા.

Image result for image of iran surgical strike

Election / રાજકોટમાં મહિલા અનામત આવે તો મેયર પદ માટે ભાનુબેન બાબરીયા પ્રબળ દાવેદાર, સૂત્રોમાં ચર્ચા

દક્ષિણ-પૂર્વ ઈરાનમાં IRGC ગ્રાઉન્ડ ફોર્સ તરફથી નિવેદન જાહેર કરીને કહેવામાં આવ્યું છે કે, આતંકી સંગઠન જૈશ-ઉલ-અદલ તરફથી લગભગ અઢી વર્ષ પહેલા બંધક બનાવીને રાખવામાં આવેલા બોર્ડર ગાર્ડસના બે સૈનિકોને બચાવવા માટે મંગળવાર રાત્રે એક સફળ ઓપરેશનને અંજામ આપ્યું હતું. આ ઓપરેશનમાં બંને સૈનિકોને પાકિસ્તાનમાં ઘૂસીને સુરક્ષિત મુક્ત કરવામાં આવ્યા છે. ફોર્સ મુજબ બંને સૈનિકોને ઈરાન મોકલવામાં આવ્યા છે. ફોર્સ તરફથી જાણકારી આપવામાં આવી છે કે ઈરાનના રેવોલ્યૂશનરી ગાર્ડે આ સફળ ઓપરેશનને પાર પાડ્યું છે.નોંધનીય છે કે, જૈશ ઉલ-અદલ કે જૈશ-અલ-અદલ એક સલાહી જેહાદી આતંકી સંગઠન છે જે ખાસ કરીને દક્ષિણ-પૂર્વ ઈરાનમાં સક્રિય છે. આ આતંકી સંગઠન ઈરાનમાં અનેક સૈન્ય ઠેકાણાઓ પર હુમલા પણ કરી ચૂક્યું છે.

Covid-19 / દેશમાં કોરોનાનાં એક્ટિવ કેસ તળિયે પહોંચ્યા

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…