Gandhinagar News/ ગાંધીનગરમાં BRICS હાઈ લેવલ બેઠક

ગાંધીનગરમાં BRICS દેશોની હાઈ લેવલ બેઠક યોજાવાની તૈયારીઓ તેજ બની ગઈ છે

Gujarat Gandhinagar
ગાંધીનગરમાં BRICS દેશોની હાઈ લેવલ બેઠક યોજાવાની તૈયારીઓ તેજ બની ગઈ છે

Gandhinagar News : ગાંધીનગરમાં BRICS દેશોની હાઈ લેવલ બેઠક યોજાવાની તૈયારીઓ તેજ બની ગઈ છે. દિલ્હીમાં યોજાયેલી બેઠક બાદ હવે ગુજરાતમાં આ હાઈ-પ્રોફાઇલ આંતરરાષ્ટ્રીય સમિટનું આયોજન થવાનું છે, જેને લઈ રાજ્ય તંત્ર સક્રિય થઈ ગયું છે.

BRICS દેશોની હાઈ લેવલ બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાજર રહે તેવી સંભાવના

માહિતી મુજબ, આગામી 11 અને 12 મે દરમિયાન ગાંધીનગરમાં બેઠક યોજાવાની શક્યતા છે. આ મહત્વપૂર્ણ બેઠક શહેરની લીલા હોટલમાં યોજાશે, જ્યાં વિવિધ દેશોના પ્રતિનિધિઓ હાજરી આપશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ આ બેઠકમાં હાજર રહે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.

બેઠક દરમિયાન વૈશ્વિક સ્તરના મહત્વના મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા થશે. તેમાં ગ્લોબલ પોલિસી ડાયરેકશન, આર્થિક સહકાર, ટેક્નોલોજી અને ઇનોવેશન સાથે સાથે વિકાસ નીતિઓ જેવા વિષયો પર મન્થન કરવામાં આવશે.

આંતરરાષ્ટ્રીય મહાનુભાવોની હાજરીને ધ્યાનમાં રાખીને સુરક્ષા અને પ્રોટોકોલ અંગે ખાસ તૈયારી શરૂ કરવામાં આવી છે. ઉપરાંત, વિદેશી પ્રતિનિધિઓના સ્વાગત માટે પણ વિશેષ આયોજન હાથ ધરવામાં આવ્યું છે.


આ પણ વાંચો : ઈન્ડિયા AI ઈમ્પેક્ટ સમિટમાં યુએન સેક્રેટરી-જનરલ સહિત અનેક વિશ્વ નેતાઓ હાજરી આપશે!\આ પણ વાંચો

આ પણ વાંચો : ભારત–EU સમિટ 2026, FTA, સંરક્ષણ કરાર અને યુરોપમાં ભારતીયોને રોજગાર અંગે મોટી જાહેરાતની તૈયારી

આ પણ વાંચો : ગાંધીનગરમાં આજે મહત્વપૂર્ણ કેબિનેટ બેઠક, વાઈબ્રન્ટ ગુજરાત સમિટ , તહેવારી આયોજન પર થશે ચર્ચા