Gujarat Weather/ ગુજરાતમાં હજુ બનશે વરસાદી સિસ્ટમ, વાવાઝોડું સર્જશે તારાજી

આ પ્રણાલી સક્રિય થવા માટે બધા પરિબળો અનુકૂળ છે અને તે ચક્રવાતમાં પણ ફેરવાઈ શકે છે.

Top Stories Gujarat

Gujarat Weather News: ગુજરાતમાં નૈઋત્યનું ચોમાસુ (Monsoon) પહોંચે તે પહેલાં પ્રિ-મોન્સૂન એક્ટિવિટી (Pre-Monsoon activity) થવાની શક્યતાઓ છે અત્યારે અરબ સાગરમાં એક વરસાદી સિસ્ટમ બની રહી છે તે સિસ્ટમ વધુ મજબૂત પણ બનશે અને તે સિસ્ટમ ડિપ્રેશન (Depresson) અથવા વાવાઝોડા (Cyclone) સુધી પણ પહોંચે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે અત્યારે અરબ સાગર સંપૂર્ણ સક્રિય છે.

જેથી 22 તારીખ સુધીમાં ગુજરાતની અંદર વરસાદી એક્ટિવિટી થાય અને એક અઠવાડિયા સુધી ગુજરાતમાં મધ્યમ તો કોઈ જગ્યાએ ભારે અને અમુક જગ્યાએ અતિ ભારે વરસાદની સંભાવનાઓ રહેલી છે,એમ હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ જણાવ્યું હતું. 21 મેના રોજ અરબી સમુદ્રમાં રચાયેલી ઉપરી હવા ચક્રવાતી પરિભ્રમણ પ્રણાલી 22 મેના રોજ ઓછા દબાણવાળા ક્ષેત્રમાં ફેરવાઈ શકે છે. આ પ્રણાલી સક્રિય થવા માટે બધા પરિબળો અનુકૂળ છે અને તે ચક્રવાતમાં પણ ફેરવાઈ શકે છે.

આગામી 10 દિવસની આગાહી મુજબ, આ પ્રણાલી 24 મેના રોજ મુંબઈ નજીકથી પસાર થઈ શકે છે અને 25 મેના રોજ ગીરસોમનાથ અને પોરબંદર પરથી પસાર થઈ શકે છે. આ પ્રણાલીની અસર 26 અને 27 મેના રોજ ગુજરાતમાં જોવા મળશે. ગુજરાતમાં સાબરકાંઠા, પંચમહાલ, અરવલ્લી, દાહોદ, મહીસાગરમાં મધ્યમથી ભારે વરસાદ વરસાદ પડશે. ખેડૂતોએ પાકને ખુલ્લામાં ન મૂકવાની ચેતવણી આપવામાં આવી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ગુજરાતમાં 18 જીલ્લામાં ગાજવીજ સાથે મેઘો ત્રાટકશે, ખેડૂતોએ રહેવું પડશે સાવધાન

આ પણ વાંચો:ગુજરાતમાં ખરાબ હવામાનથી 21 લોકોનાં મોત! IMD એ આપ્યું યલો એલર્ટ

આ પણ વાંચો:ગુજરાતમાં 24 કલાક ભારે! ગાજવીજ અને પવન સાથે પડશે માવઠું