Not Set/ બ્રિટન પણ અફઘાનિસ્તાનમાંથી પોતાના કર્મચારીઓને બહાર નિકાળશે

બ્રિટિશ વડાપ્રધાને જણાવ્યું હતું કે, 20 વર્ષોમાં અફઘાનિસ્તાનમાં બ્રિટેનને જે કર્યું તે ખૂબ જ ગર્વની વાત છે  આ સમસ્યાનો ઉકેલ  મિલીટ્રી સોલ્યુશન નથી

World
britan બ્રિટન પણ અફઘાનિસ્તાનમાંથી પોતાના કર્મચારીઓને બહાર નિકાળશે

અફઘાનિસ્તાનમાં તાલિબાનની પકડ સતત મજબૂત બની રહી છે,અનેક વિસ્તારો પર કબજો કરી લીધો છે જેના લીધે  તમામ  દેશોએ તેમના  દૂતાવાસ ખાલી કરી રહ્યા છે. ભારત પણ પોતાના નાગરિકો કે જે અફધાનિસ્તાનમાં  છે તેમને બહાર નિકાળી રહ્યો છે. ભારતીય કંપનીઓ અને  સરકારે કહ્યું છે  કે  વહેલામાં વહેલા ભારત પરત આવી જાય.જો કે બ્રિટેન પણ આ દિશામાં આગળ વધ્યું છે. પ્રધાનમંત્રી બોરિસ જોનસન દ્વારા કહેવામાં આવ્યું છે કે  અફઘાનિસ્તાનનમાંથી લંડનના  એમ્બસીમાંથી મોટી સંખ્યામાં કર્મચારીઓ બહાર નીકળવામાં આવશે,આ સાથએ  અફઘાન નાગરિકોને પણ કાઢવામાં આવશે કે જેમણે બ્રિટિશ સેનાને મદદ કરી હતી.

તાલિબાન દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે તે અફઘાનિસ્તાનનું 90 ટકા વિસ્તાર પર કબજો કરી લીધો છે. તાલીબાન અફઘાનિસ્તાનની રાજધાની કાબુલથી 50  કિલોમીટર દૂર છે,લગભગ આંતરરાષ્ટ્રીય દેશો દુતાવાસ બંધ કરી દેવાની ફિરાકમાં  છે.  પ્રધાનમંત્રી બોરિસ જોનસન આ વાતની જાહેરાત કરી છે કે  કેટલાક દિવસોમાં બ્રિટિશ એમ્બસીના કર્મચારીઓ અને અધિકારીઓ દેશ પર પાછા ફરશે . તેમણે કહ્યું કે અમે અફઘાન નાગરિકોને  પણ બહાર કાઢીશું કે જેમણે   20 વર્ષોમાં અમારી મદદ કરી  છે. આ માટે અમે  અમારા હોમ ઓફિસના અધિકારીઓને મોકલીશું

બ્રિટિશ વડાપ્રધાને જણાવ્યું હતું કે, 20 વર્ષોમાં અફઘાનિસ્તાનમાં બ્રિટેનને જે કર્યું તે ખૂબ જ ગર્વની વાત છે  આ સમસ્યાનો ઉકેલ  મિલીટ્રી સોલ્યુશન નથી.  લાંબા સમયથી પશ્ચિમ પર અલકાયદાએ કોઇ હુમલો કર્યો નથી.ઉલ્લેખનીય છે કે અમેરિકામાં પ ણ અફઘાનિસ્તાનના નાગરિકોને બહાર કાઢી રહ્યું છે કે જેમણે અમેરિકા સૈનિકોની મદદ કરી છે.