Not Set/ બજેટ સત્રમાં CAA, NRC, મંદી, બેરોજગારીને લઈને સરકારને ઘેરશે કોંગ્રેસ

કોંગ્રેસનાં કાર્યકારી અધ્યક્ષ સોનિયા ગાંધીના નેતૃત્વમાં પાર્ટીના વરિષ્ઠ નેતાઓ સોમવારે સંસદના આગામી બજેટ સત્રમાં સુધારેલા નાગરિકતા અધિનિયમ (સીએએ), એનઆરસી અને એનપીઆર તેમજ આર્થિક મંદી અને બેરોજગારીના મુદ્દાઓ પર કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારનો ઘેરાવ કરવા માટેની રણનીતિ ઘડવા માટે મળ્યા હતા. બેઠકમાં આ મામલે સમાન વિચારવાળી અન્ય વિપક્ષી પાર્ટીઓને પણ સાથે રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. પાર્ટીના […]

Top Stories India
budget2020A બજેટ સત્રમાં CAA, NRC, મંદી, બેરોજગારીને લઈને સરકારને ઘેરશે કોંગ્રેસ

કોંગ્રેસનાં કાર્યકારી અધ્યક્ષ સોનિયા ગાંધીના નેતૃત્વમાં પાર્ટીના વરિષ્ઠ નેતાઓ સોમવારે સંસદના આગામી બજેટ સત્રમાં સુધારેલા નાગરિકતા અધિનિયમ (સીએએ), એનઆરસી અને એનપીઆર તેમજ આર્થિક મંદી અને બેરોજગારીના મુદ્દાઓ પર કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારનો ઘેરાવ કરવા માટેની રણનીતિ ઘડવા માટે મળ્યા હતા. બેઠકમાં આ મામલે સમાન વિચારવાળી અન્ય વિપક્ષી પાર્ટીઓને પણ સાથે રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. પાર્ટીના વરિષ્ઠ નેતાઓ એકે એન્ટોની, ગુલામ નબી આઝાદ, અધિર રંજન ચૌધરી, કે.કે. સુરેશ અને બીજા ઘણા નેતાઓ આ બેઠકમાં જોડાયા હતા.

સંસદના આગામી બજેટ સત્રમાં આ બેઠકમાં સંસદના બંને ગૃહોમાં અન્ય વિરોધી પક્ષો સાથે મળીને આક્રમક રીતે સીએએ, એનઆરસી, એનપીઆર, બેરોજગારી, નબળી અર્થવ્યવસ્થા અને સરકાર દ્વારા દમન જેવા મુદ્દાઓ ઉઠાવવામાં આવશે. આપને જણાવી દઇએ કે, સંસદનું બજેટ સત્ર 31 જાન્યુઆરીથી શરૂ થવા જઇ રહ્યું છે.  

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન