Not Set/ સુરતના તક્ષશિલા અગ્નિકાંડના આરોપીઓને શરતી જામીન,મૃૃતકોના પરિવારને 4 મહિનામાં વળતર ચૂકવવું પડશે

અગ્નિકાંડમાં કોર્ટે આરોપીઓને શરતી જામીન આપ્યા છે આ અગ્નિકાંડમાં મૃત પામેલા વિધાર્થીઓના પરિવારને વળતર આપશે તો જ જામીન મંજૂર કર્યા છે

Top Stories Gujarat
surat 1 સુરતના તક્ષશિલા અગ્નિકાંડના આરોપીઓને શરતી જામીન,મૃૃતકોના પરિવારને 4 મહિનામાં વળતર ચૂકવવું પડશે
  • તક્ષશિલા અગ્નિકાંડમાં બિલ્ડર રૂ.35 લાખ વળતર ચૂકવે
  • આરોપી બિલ્ડરને ચાર મહિનામાં વળતર ચૂકવવા આદેશ
  • 22 મૃતકોના પરિવારને વળતર ચૂકવવું
  • સુરત અગ્નિકાંડમાં 22 માસૂમ હોમાયા હતા
  • વળતર ચૂકવવાની શરતે બિલ્ડરના જામીન મંજૂર
  • હસમુખ વેકરિયાના શરતી જામીન મંજૂ

સુરતમાં તક્ષશિલા અગ્નિકાંડમાં કોર્ટે આરોપીઓને શરતી જામી આપ્યા છે આ અગ્નિકાંડમાં મૃત પામેલા વિધાર્થીઓના પરિવારને વળતર આપશે તો જ જામીન મંજૂર કર્યા છે. ,આ સાથે હાઇકોર્ટે આદેશ આપ્યો છે આ વળતર 4 મહિનામાં જ આપી દેવામાં આવે ,સંચાલકો સામે પોલીસે ચાર્જશીટ દાખલ કરી હતી. આ અગ્નિકાંડમાં ફાયર સેફટીના નિયમનો ઉલ્લંઘન જોવા મળ્યા હતા,

તક્ષશિલા અગ્નિકાંડમાં સંડોવાયેલા બિલ્ડર હરસુખ વેકરિયાને ગુજરાત હાઈકોર્ટે  શરતી જામીન આપ્યા હતા. આ સાથે હાઇકોર્ટે ચાર મહિનામાં વાલીઓને રૂપિયા 35 લાખનું વળતર આપવાનો  પણ હુકમ કર્યો હતો.ઉલ્લેખનીય કે સુરત તક્ષશિલા અગ્નિકાંડમાં સંડોવાયેલા કુલ 14 આરોપીઓ પૈકી 12ને કોર્ટે જામીન આપી દીધા છે.   નોંધનીય છે કે સુરતના સરથાણા વિસ્તારમાં આવેલા તક્ષશિલા આર્કેડમાં આગ લાગી હતી જેમાં 22 વિદ્યાર્થીઓના મોત થયા હતા. નોંધનીય છે કે 24 મે વર્ષ 2019માં સુરતની તક્ષશિલામાં આગ લાગી હતી. જેમાં 22 વિદ્યાર્થીઓએ જીવ ગુમાવ્યો હતો. અનેક વિદ્યાર્થીઓ બિલ્ડિંગના ચોથા માળેથી કૂદીને પોતાનો જીવ બચાવ્યો હતો.