Not Set/ બુલંદ શહેર હિંસા : પોલીસે ગૌહત્યા અને લોકોનાં હિંસક વિરોધ સામે દાખલ કરી 2 FIR

ઉત્તર પ્રદેશ રાજ્યનાં બુલંદ શહેરમાં ગૌહત્યા મામલે લોકોએ વિરોધ કર્યો હતો. આ વિરોધ હિંસામાં પરિવર્તિત થઇ ગયો હતો. સ્થાનિક લોકોએ પોલીસ પર હલ્લો મચાવી દીધો હતો. આ હિંસક દેખાવમાં એક પોલીસ ઓફિસર અને એક સ્થાનિક યુવકનું મૃત્યુ થયું છે. શહેરનાં લોકોને એવી માહિતી હતી કે એમનાં વિસ્તારમાં ગેરકાયદેસર કતલખાનું છે. લોકો આ બાબતે વિરોધ કરી […]

Top Stories India

ઉત્તર પ્રદેશ રાજ્યનાં બુલંદ શહેરમાં ગૌહત્યા મામલે લોકોએ વિરોધ કર્યો હતો. આ વિરોધ હિંસામાં પરિવર્તિત થઇ ગયો હતો. સ્થાનિક લોકોએ પોલીસ પર હલ્લો મચાવી દીધો હતો. આ હિંસક દેખાવમાં એક પોલીસ ઓફિસર અને એક સ્થાનિક યુવકનું મૃત્યુ થયું છે.

શહેરનાં લોકોને એવી માહિતી હતી કે એમનાં વિસ્તારમાં ગેરકાયદેસર કતલખાનું છે. લોકો આ બાબતે વિરોધ કરી રહ્યાં હતા. તેઓને મૃત ગાય પણ મળી હતી. પોલીસે લોકોને શાંત રાખવાનાં ઘણાં પ્રયત્ન કર્યા હતા પરંતુ ટોળું બેકાબુ બન્યું અને લોકો હિંસક બની ગયાં.

આ હિંસક વિરોધમાં પોલીસ ઓફિસર સુબોધ કુમારનું મૃત્યુ થયું અને એક સ્થાનિક યુવક સુમિતનું મૃત્યુ થયું હતું.  પોલીસનાં જણાવ્યા મુજબ ૩00- 500 લોકોનાં ટોળાએ ત્યાં હાજર રહેલી પોલીસ ફોર્સ પર હુમલો કર્યો હતો.

મેરઠ ઝોનનાં એડીશનલ ડાયરેક્ટર જનરલ પોલીસ પ્રશાંત કુમારે જણાવ્યું હતું કે, બે લોકોને કસ્ટડીમાં લેવામાં આવ્યા છે અને સ્પેશીયલ ઇન્વેસ્ટીગેશન ટીમની રચના કરવામાં આવી છે. જે આ હિંસા કેમ થઇ અને પોલીસ ઓફિસર ઇન્સ્પેકટર સુબોધ કુમારને એકલા છોડીને કેમ જતા રહ્યાં એની તપાસ હાથ ધરશે.

આ હિંસા મામલે પોલીસે 2 FIR દાખલ કરી છે. એક FIR કતલખાના વિરુદ્ધ અને બીજી FIR લોકો દ્વારા થયેલાં હિંસક વિરોધ સામે. હિંસક વિરોધ સામે નોંધાયેલી FIR માં પોલીસે 27 લોકોનાં નામ નોંધ્યા છે અને બીજા 60 અજ્ઞાત લોકોનાં નામ પણ પોલીસે નોંધ્યા છે.