Not Set/ બુલબુલ સાયક્લોન/ ભારત બાદ બાંગ્લાદેશમાં ‘બુલબુલ’નો ફફળાટ, નૌકાદળ એલર્ટ

બુલબુલના ફફળાટ ને જોતા બાંગ્લાદેશ નૌકાદળ એલર્ટ નેવી કોઈપણ પરિસ્થિતિનો સામનો કરવા તૈયાર બંગાળની ખાડીમાં એક શક્તિશાળી તોફાન ‘બુલબુલ’ ઓડિશાથી પશ્ચિમ બંગાળ અને બાંગ્લાદેશ તરફ આગળ વધી રહ્યું છે. બાંગ્લાદેશ આ અંગે સાવચેત બની ગયું છે. બંગાળની ખાડી પરના દબાણને કારણે આ તોફાન બાંગ્લાદેશના દક્ષિણ કાંઠા તરફ આગળ વધી રહ્યું છે. ભયને જોતા બાંગ્લાદેશે તેની […]

World
bulbul 1 બુલબુલ સાયક્લોન/ ભારત બાદ બાંગ્લાદેશમાં 'બુલબુલ'નો ફફળાટ, નૌકાદળ એલર્ટ

બુલબુલના ફફળાટ ને જોતા બાંગ્લાદેશ નૌકાદળ એલર્ટ

નેવી કોઈપણ પરિસ્થિતિનો સામનો કરવા તૈયાર

બંગાળની ખાડીમાં એક શક્તિશાળી તોફાન ‘બુલબુલ’ ઓડિશાથી પશ્ચિમ બંગાળ અને બાંગ્લાદેશ તરફ આગળ વધી રહ્યું છે. બાંગ્લાદેશ આ અંગે સાવચેત બની ગયું છે. બંગાળની ખાડી પરના દબાણને કારણે આ તોફાન બાંગ્લાદેશના દક્ષિણ કાંઠા તરફ આગળ વધી રહ્યું છે. ભયને જોતા બાંગ્લાદેશે તેની નૌકાદળને એલર્ટ કરી દીધું છે. નેવી કોઈપણ પરિસ્થિતિનો સામનો કરવા તૈયાર છે.

હવામાન કચેરીએ શનિવારે સવારે ખૂબ જ તીવ્ર વાવાઝોડાનું સિગ્નલ જારી કર્યું હતું. મેનેજમેન્ટ પ્રધાન ઇનામુલ હકના જણાવ્યા અનુસાર દરિયાકાંઠાના 13 જિલ્લાઓમાં હાઈએલર્ટ જાહેર કરાયું છે. અહીંની સરકારી કચેરીઓને કામગીરી બંધ કરવા જણાવ્યું છે. આ સિવાય ચટગામ સહિત દેશના મુખ્ય બંદરોમાંની તમામ પ્રવૃત્તિઓ સ્થગિત કરી દેવામાં આવી છે. આ સમુદ્ર માર્ગ વેપારની દ્રષ્ટિએ ખૂબ જ મહત્વપૂર્ણ છે. લગભગ 80 ટકા નિકાસ અને આયાત આ બંદરોથી થાય છે.

સાવચેતીના પગલા તરીકે 50,000 થી વધુ સ્વયંસેવકોને સ્ટેન્ડબાય પર મૂકવામાં આવ્યા છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે, બંગાળની ખાડીમાં આવેલા ચક્રવાત, બાંગ્લાદેશના વિશાળ દક્ષિણપશ્ચિમ અને દક્ષિણ કાંઠે ટકરાશે. જાગૃતી તરીકે માછીમારોને દરિયામાં ન જવાની સૂચના આપવામાં આવી છે, દરિયામાં રહેલા માછીમારોને પરત ફરવા કહેવામાં આવ્યું છે.

ઉલ્લેખનીય છે કે, બંગાળની ખાડીમાં નીચા દબાણનો વિસ્તાર બુધવારે પારાદીપથી 800 કિલોમીટર દૂર દરિયામાં દીપ ડીપ્રેશનમાં ફેરવાયા પછી છ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ઉત્તર-પશ્ચિમ દિશા તરફ આગળ વધી રહ્યો હતો. તે સમયે હવામાન વિભાગે દાવો કર્યો હતો કે બુલબુલ નામનું આ ચક્રવાત જ્યાં નિકળશે તે સ્થળ 7 નવેમ્બરના રોજ સ્પષ્ટ થઈ જશે. એવું માનવામાં આવતું હતું કે ચક્રવાત પશ્ચિમ બંગાળ અને બાંગ્લાદેશ તરફ ફરી શકે છે.

Feni Cyclone 2 બુલબુલ સાયક્લોન/ ભારત બાદ બાંગ્લાદેશમાં 'બુલબુલ'નો ફફળાટ, નૌકાદળ એલર્ટ
File Photo

ફેણી સાયક્લોન

મે 2019 માં, તીવ્ર ચક્રવાત તુફાન ફેણીએ ભારતમાં વિનાશનો દોર છોડ્યા બાદ બાંગ્લાદેશને નિશાન બનાવ્યું હતું. આમાં ઓછામાં ઓછા 14 લોકોનાં મોત નીપજ્યાં હતાં. વાવાઝોડા દ્વારા પાળા તોડી નાખ્યા બાદ બાંગ્લાદેશના દરિયાકાંઠાના વિસ્તારોમાં 36 ગામોમાં પૂરની પરિસ્થિતિ સર્જાઇ હતી. આશરે 1.6 મિલિયન લોકોને સલામત સ્થળોએ ખસેડવામાં આવ્યા હતા.  આ મોત બાંગ્લાદેશના નોઆખાલી, ભોલા અને લક્ષ્મીપુર સહિત આઠ જિલ્લામાં થયા છે. આ સૌથી અસરગ્રસ્ત વિસ્તારો હતા.

ફેણી એ દસમો ચક્રવાત છે જેણે છેલ્લા 52 વર્ષમાં મે મહિનામાં ભારતમાં ત્રાટક્યું હતું. આ પહેલા 1968, 1976, 1979, 1982, 1997, 1999 અને 2001 ના મે મહિનામાં આવા ચક્રવાત જોવા મળ્યા હતા. ચોમાસાની ઋતુ  (ઓક્ટોબર – ડિસેમ્બર) દરમિયાન સામાન્ય રીતે ખતરનાક ચક્રવાત ભારતના પૂર્વ કિનારે આવે છે. 1965 થી 2017 ની વચ્ચે 52 વર્ષોમાં દેશમાં 39 અત્યંત ખતરનાક ચક્રવાત આવ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.