Surat/ તબેલાઓ પર બુલડોઝર ફેરવી દેવાતા માલધારીઓ સરકાર સામે લડી લેવાના મૂડમાં, મોટા સંમેલનનું આયોજન

હાઇકોર્ટના આદેશ અનુસાર સુરતમાં તબેલાઓનું ડિમોલેશન કરવામાં આવી રહ્યું છે. તેમજ રોડ પર રખડતા ઢોરને પકડી ડબ્બામાં પૂરવામાં આવી રહ્યા છે. જેના વિરોધમાં સુરતના માલધારીએ ધારણા પ્રદર્શન કરી સરકાર સામે વિરોધ નોંધાવ્યો હતો

Top Stories Gujarat Surat
j1 7 તબેલાઓ પર બુલડોઝર ફેરવી દેવાતા માલધારીઓ સરકાર સામે લડી લેવાના મૂડમાં, મોટા સંમેલનનું આયોજન
  • તબેલાઓ પર બુલડોઝર ફેરવવાને લઇ વિરોધ
  • માલધારી સમાજના સંતો,મહંતો પણ મેદાને
  • માલધારી સમાજના ગુરૂ ગાદી સુરત પહોંચશે
  • વડવાળા મંદિરના મહંત કનિરામ બાપુ સુરત પહોંચશે
  • ડભોલી રોડ પર માલધારીઓના ધરણાની મુલાકાત લેશે
  • માલધારીઓ દ્વારા મોટા સંમેલનનું આયોજન

સુરતમાં માલધારી સમાજે સરકાર સામે બાંયો ચડાવી છે. સુરતમાં તબેલાઓમાંથી ઢોર પકડવા અને તબેલા ઉપર ફેરવવાને લઇ માલધારી સમાજ લાલ ઘૂમ જોવા મળ્યો હતો. અને સુરતના ડભોલી ખાતે માલધારી સમાજ દ્વારા ધરણા પ્રદર્શન કરાયા હતા. જેમાં મોટી સંખ્યામાં માલધારી સમાજના લોકો સહિત સંતો મહંતો અને મહારાજ જોડાયા હતા.

હાઇકોર્ટના આદેશ અનુસાર સુરતમાં તબેલાઓનું ડિમોલેશન કરવામાં આવી રહ્યું છે. તેમજ રોડ પર રખડતા ઢોરને પકડી ડબ્બામાં પૂરવામાં આવી રહ્યા છે. જેના વિરોધમાં સુરતના માલધારીએ ધારણા પ્રદર્શન કરી સરકાર સામે વિરોધ નોંધાવ્યો હતો. ડભોલી ખાતે આજે માલધારી સમાજના સંતો – મહંતોની હાજરી વચ્ચે મોટી સંખ્યામાં ઉમટેલા સમાજના નાગરિકોએ વિવિધ માંગણીઓ સાથે માલધારી સમાજને થઈ રહેલા અન્યાય સામે અંત સુધી લડી લેવાના મૂડ માં જોવા મળ્યો હતો.

21 તબેલાઓ પર બુલડોઝર ફેરવી દેવાતા માલધારીઓ સરકાર સામે લડી લેવાના મૂડમાં, મોટા સંમેલનનું આયોજન

શહેરના કતારગામ અને રાંદેર ઝોનમાં અલગ અલગ વિસ્તારોમાં ગેરકાયદેસર તબેલાઓ દૂર કરવાની કામગીરી દરમ્યાન માલધારી સમાજ દ્વારા ધરણા પ્રદર્શનનું શસ્ત્ર ઉગામાવામાં આવ્યું હતું. છેલ્લા ચાર દિવસથી ડભોલી ખાતે ધરણા પ્રદર્શન કરી રહેલા માલધારી સમાજ દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યો છે કે, મનપા દ્વારા ગેરકાયદેસર તબેલાઓના નામે કાયદેસર તબેલાઓને પણ નેસ્તનાબૂદ કરવામાં આવી રહ્યા છે.

જેના કારણે પશુપાલકોને લાખ્ખો રૂપિયાનું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. આ સિવાય અન્ય વિવિધ માંગણીઓ સાથે આંદોલન પર ઉતરેલા માલધારી સમાજના ધરણા પ્રદર્શન સ્થળે આજે માલધારી સમાજના ગુરૂ ગાદી એવા વડવાળા મંદિરના મહંત કનિરામ બાપુ પણ પહોંચ્યા હતા. તેમણે માલધારી સમાજના આંદોલનને સમર્થન આપવાની સાથે સાથે સરકાર દ્વારા માલધારી સમાજ સાથે થઈ રહેલા અન્યાયને પણ સખ્ત શબ્દોમાં વખોડી કાઢ્યો હતો.

Weather / અમદાવાદ શહેરમાં વીજળીના કડાકા ભડાકા સાથે જોરદાર વરસાદ