બોટાદ/ બોટાદમાં બજરંગ દળ અને વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા પૂતળા દહન

દિન દયાળ ચોક ખાતે પૂતળા દહન કરી સૂત્રોચાર કર્યા હતા.

Gujarat Others
બોટાદ

બોટાદ શહેરમાં આવેલા દિન દયાળ ચોક ખાતે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા પૂતળા દહન કરવામાં આવ્યું હતું. જેમાં બહોળી સંખ્યામાં સ્થાનિક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા અને રાજસ્થાનનાં   ઉદયપુર ખાતે હિન્દુ કનૈયાલાલની હત્યા સંદર્ભે પૂતળા દહન કરવામાં આવ્યું હતું, રાષ્ટ્રીય વિરોધી તત્વોના વિરોધમાં સૂત્રોચાર કરી અને પૂતળા દહન કરવામાં આવ્યું હતું. જેમાં કનૈયાલાલનું ગળું કાપી અને હત્યા કરવામાં આવી હતી જે મામલે બોટાદ શહેરમાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું અને દિન દયાળ ચોક ખાતે પૂતળા દહન કરી નારાઓ બોલાવ્યા હતા અને સૂત્રોચાર કર્યા હતા અને કાર્યક્રમ યોજાયો હતો જેમાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના સ્થાનિક અગ્રણીઓ પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમ યોજાયો હતો.

આ પણ વાંચો : શું તમે પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજના વિષે આ મહત્વની બાબત જાણો છો?