Not Set/ દેશની ૨૧ સરકારી બેન્કોના ગોટાળામાં થયો ૨.૫ ગણો વધારો, જુઓ આ આંકડા

નવી દિલ્હી, દેશની સરકારી બેંકોને થઇ રહેલા નુકશાનને લઈ આંકડા સામે આવ્યા છે. પ્રાપ્ત થયેલી વિગતો મુજબ, ચાલુ નાણાકીય વર્ષના બીજા ત્રિમાસિક ગાળા (જુલાઈ-સપ્ટેમ્બર ૨૦૧૮) સુધી દેશની બેંકોને થયેલું નુકશાન ૨.૫ ગણું વધી ગયું છે અને આ આંકડો ૧૪,૭૧૬.૨૦ કરોડ રૂપિયા સુધી પહોચ્યું છે. જો કે ગત નાણાકીય વર્ષના આ ગાળામાં દેશની બેન્કોને કુલ ૪,૨૮૪.૪૫ […]

Trending Business
Punjab National Bank PNB1 દેશની ૨૧ સરકારી બેન્કોના ગોટાળામાં થયો ૨.૫ ગણો વધારો, જુઓ આ આંકડા

નવી દિલ્હી,

દેશની સરકારી બેંકોને થઇ રહેલા નુકશાનને લઈ આંકડા સામે આવ્યા છે. પ્રાપ્ત થયેલી વિગતો મુજબ, ચાલુ નાણાકીય વર્ષના બીજા ત્રિમાસિક ગાળા (જુલાઈ-સપ્ટેમ્બર ૨૦૧૮) સુધી દેશની બેંકોને થયેલું નુકશાન ૨.૫ ગણું વધી ગયું છે અને આ આંકડો ૧૪,૭૧૬.૨૦ કરોડ રૂપિયા સુધી પહોચ્યું છે.

જો કે ગત નાણાકીય વર્ષના આ ગાળામાં દેશની બેન્કોને કુલ ૪,૨૮૪.૪૫ કરોડ રૂપિયાનું નુકશાન થયું હતું.

 ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળા (એપ્રિલ-જૂન, ૨૦૧૮)ના મુકાબલામાં બીજી ત્રિમાસિક ગાળાનું પ્રદર્શન થોડું સંતોષકારક રહ્યું છે.

પ્રથમ ત્રિમાસિક ગાળામાં ૨૧ સરકારી બેંકોને ૧૬,૬૧૪.૯ કરોડ રૂપિયાનું નુકશાન થયું હતું.

ગત વર્ષ કરતા આ વર્ષના બીજા ત્રિમાસિક ગાળામાં નુકશાન વધુ થયું છે, કારણ કે, બેન્કોને ફસાયેલી લોન (NPA)ના મામલામાં વધુ રકમ પ્રોવિજનિંગ કરવી પડી છે.

ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળા કરતા બીજા ગાળામાં સંયુક્ત નુકશાન ઓછું રહ્યું છે, કારણ કે, સૌથી મોટા લોનદાતા એવા સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા અને ઓરિએન્ટલ બેંક ઓફ કોમર્સ દ્વારા સારું પ્રદર્શન કરવમાં આવ્યું છે.

દેશની આ સરકારી બેંકોને પહોચ્યું છે સૌથી વધુ નુકશાન :

૧. પંજાબ નેશનલ બેંક : ૪૫૩૨.૩૫ કરોડ રૂપિયા

૨. IDBI બેંક : ૩,૬૦૨.૫૦ કરોડ રૂપિયા

૩. અલ્હાબાદ બેંક : ૧૮૨૨.૭૧ કરોડ રૂપિયા

૪. SBI : ૯૪૪.૭૫ કરોડ રૂપિયા