Not Set/ ચોથીવાર વધારવામાં આવી પાનકાર્ડને આધારકાર્ડ સાથે જોડવાની તારીખ

સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સ (CBDT)એ મંગળવારે પાનકાર્ડને આધારલિંક કરાવવા માટે સમય સીમા 30 જૂન સુંધી વધારી દીધી છે. આ પહેલા આધાર સાથે લીંક કરવાની ડેડલાઇન 31 માર્ચ હતી. તમને જણાવી દઈકે સુપ્રીમ કોર્ટ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, અલગ અલગ સેવાઓ માટે આધારકાર્ડને લીંક 31 માર્ચ કરવાની સીમા વધારવામાં આવે. સુપ્રીમ કોર્ટની પાંચ જજો વાળી સંવૈધાનિક […]

Top Stories
59846642 ચોથીવાર વધારવામાં આવી પાનકાર્ડને આધારકાર્ડ સાથે જોડવાની તારીખ

સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સ (CBDT)એ મંગળવારે પાનકાર્ડને આધારલિંક કરાવવા માટે સમય સીમા 30 જૂન સુંધી વધારી દીધી છે. આ પહેલા આધાર સાથે લીંક કરવાની ડેડલાઇન 31 માર્ચ હતી. તમને જણાવી દઈકે સુપ્રીમ કોર્ટ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, અલગ અલગ સેવાઓ માટે આધારકાર્ડને લીંક 31 માર્ચ કરવાની સીમા વધારવામાં આવે.

સુપ્રીમ કોર્ટની પાંચ જજો વાળી સંવૈધાનિક બાયોમેટ્રિક યોજનાને પડકાર ફેંકવાવાળી યાચિકાની સુનાવણી કરતા આ આદેશ આપવામાં આવ્યો હતો.

આ પહેલા બંનેના ડેટા બેઝને જોડવા માટેની સમય સીમા

31 જુલાઈ,

31 ઓગસ્ટ 2017,

31 માર્ચ 2018 હતી.

મહત્વનું છે કે, આધારના એક્ટની માન્યતાને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવી હતી. અરજીકર્તાઓનો તર્ક હતો કે યુનિક આઇડેન્ટિટી નંબરના ઉપયોગ માટે એક નાગરિકના અધિકારો સમાપ્ત થઇ જશે અને નાગરિકતા ગુલામી સીધી નિમિત્ત બની જશે. આધાર મામલે આ બહુચર્ચિત સુનાવણી છેલ્લા પાંચ વર્ષથી ચાલી રહી છે. આ મામલાની સુનાવણી ચીફ જસ્ટિસ દીપક મિશ્રા ઉપરાંત જસ્ટિસ એ કે સિકરી, જસ્ટિસ એ એમ ખાનવિલકર, જસ્ટિસ ડી વાઈ ચંદ્રહૂડ અને જસ્ટિસ અશોક ભૂષણની બેંચ દ્વારા કરવામાં આવી રહી છે.