israel hamas war/ ઇઝરાયલ-હમાસ યુદ્ધ : ઇઝરાયલની સામે આખરે હમાસે શરણાગતિ સ્વીકારતા મૂક્યો યુદ્ધ વિરામનો પ્રસ્તાવ

ઇઝરાયલ અને હમાસ વચ્ચેના યુદ્ધમાં આખરે હમાસે શરણાગતિ સ્વીકારતા યુદ્ધવિરામનો પ્રસ્તાવ મૂક્યો છે. ઇઝરાયલ જો આ પ્રસ્તાવનો સ્વીકાર કરે તો સાડા ચાર મહિના પછી બંને દેશોના નાગરિકો રાહતનો અનુભવ કરશે.

Top Stories World
YouTube Thumbnail 2024 02 07T163426.993 ઇઝરાયલ-હમાસ યુદ્ધ : ઇઝરાયલની સામે આખરે હમાસે શરણાગતિ સ્વીકારતા મૂક્યો યુદ્ધ વિરામનો પ્રસ્તાવ

ઇઝરાયલ-હમાસ યુદ્ધ બંધ થાય તેવા એંધાણ દેખાઈ રહ્યા છે. ઇઝરાયલ-હમાસ યુદ્ધમાં આખરે હમાસે શરણાગતિ સ્વીકારતા યુદ્ધવિરામનો પ્રસ્તાવ મૂક્યો છે. ઇઝરાયલ જો આ પ્રસ્તાવનો સ્વીકાર કરે તો સાડા ચાર મહિના પછી બંને દેશોના નાગરિકો રાહતનો અનુભવ કરશે. તેમજ તમામ બંધકોને મુક્ત કરવામાં આવી શકે. નેતાન્યાહૂ જો હમાસના આ પ્રસ્તાવનો સ્વીકારે કરે તો ગાઝા પટ્ટીમાંથી તેમના સૈનિકોને પાછા બોલાવી લેશે અને યુદ્ધ વિરામને લઈને અન્ય સમજૂતી કરાર પણ થઈ શકે છે.

ઈઝરાયેલ અને હમાસ વચ્ચે ગયા વર્ષે ઓક્ટોબરથી સંઘર્ષ ચાલી રહ્યો છે. બંને દેશો વચ્ચે ચાલી રહેલા આ યુદ્ધમાં અત્યાર સુધીમાં હજારો લોકોના મોત થયા છે. બંને દેશોના નાગરિકો આ યુદ્ધથી ભયંકર રીતે પરેશાન થવા સાથે સામાન્ય જરૂરિયાતોને લઈને પણ મુશ્કેલીમાં મુકાયા છે. આ યુદ્ધમાં ઇઝરાયેલ વધુ આક્રોશભર્યું દેખાતા આખરે હવે હમાસ ઇઝરાયલ સમક્ષ ઘૂંટણિયે પડે તેમ જણાય છે. ઇઝરાયલી દળો સામે લડી રહેલા હમાસે હવે યુદ્ધવિરામની યોજનાનો પ્રસ્તાવ મૂક્યો છે. હમાસે ઈઝરાયેલ સમક્ષ ત્રણ તબક્કાની યોજના હેઠળ યુદ્ધવિરામનો પ્રસ્તાવ મૂક્યો છે. જે અંતર્ગત, પ્રથમ 45-દિવસના તબક્કા દરમિયાન ઇઝરાયેલની જેલમાંથી પેલેસ્ટિનિયન મહિલાઓ અને બાળકોને મુક્ત કરવાના બદલામાં તમામ ઇઝરાયેલી મહિલા બંધકો, 19 વર્ષથી ઓછી ઉંમરના પુરૂષો અને વૃદ્ધો અને બીમારોને મુક્ત કરવામાં આવશે. પ્રથમ તબક્કા દરમિયાન, ઇઝરાયેલ પણ વસ્તીવાળા વિસ્તારોમાંથી તેના સૈનિકોને હટાવી લેશે.

Israel-Hamas War: हमास को मिटाने के लिए इजरायल का Triple Attack, कहा- पानी  नहीं मांग पाएगा! - Israel triple attack to destroyed Hamas from bank to  Crypto Account see latest update tutc -

હમાસના યુદ્ધ વિરામ પ્રસ્તાવને લઈને હજુ સુધી ઇઝરાયેલ તરફથી કોઈ પ્રતિક્રિયા આવી નથી. જોકે, ઈઝરાયલ ઘણી વખત કહી ચૂક્યું છે કે જ્યાં સુધી હમાસનો ખાત્મો નહીં થાય ત્યાં સુધી તે ગાઝામાંથી પોતાના સૈનિકોને હટાવશે નહીં. જો આ યુદ્ધ સમાપ્ત થશે તો 135 દિવસ પછી બંને દેશો વચ્ચે શાંતિ થશે. આ પ્રસ્તાવ કતાર અને ઇજિપ્તના મધ્યસ્થીઓ દ્વારા ગયા અઠવાડિયે મોકલવામાં આવેલા પ્રસ્તાવનો પ્રતિભાવ હોવાનું માનવામાં આવે છે. આ યુદ્ધમાં જ્યાં સુધી પક્ષકારો “પરસ્પર લશ્કરી કામગીરીને સમાપ્ત કરવા અને સંપૂર્ણ શાંતિ તરફ પાછા ફરવા માટે જરૂરી જરૂરિયાતો પર પરોક્ષ વાટાઘાટો” પૂર્ણ ન કરે ત્યાં સુધી બીજા તબક્કાનો અમલ શરૂ થશે નહીં. દરમયાન અમેરિકી વિદેશ મંત્રી એન્ટની બ્લિંકન ગાઝામાં યુદ્ધવિરામના મુદ્દે ઈઝરાયેલના નેતાઓ સાથે વાત કરી રહ્યા છે. ગયા વર્ષે 7 ઓક્ટોબરે ઇઝરાયેલ પર હમાસના હુમલા બાદ ફાટી નીકળેલા યુદ્ધ વચ્ચે એન્ટની બ્લિંકન મધ્ય પૂર્વના પ્રવાસે પહોંચ્યા છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: ગાંધીનગર/ગુજરાત સરકારના શિક્ષણ વિભાગનો ઠરાવ, વર્કિંગ પ્રોફેશનલ હવેથી ફૂલ ટાઈમ કોર્સ કરી શકશે

આ પણ વાંચો: Morbi Hadsa/મોરબી : કેનાલમાં ડૂબી જતા પિતા-પુત્રનું મૃત્યુ, પરિણીત પ્રેમી પંખડા કેનાલમાં પડ્યા,  પ્રેમમાં અંધ બનેલ પુત્રને બચાવવા જતા પિતા પણ મોતને ભેટયા

આ પણ વાંચો:Karnataka/કર્ણાટક : ખાણ અને ભૂસ્તર વિભાગના ડેપ્યુટી ડાયરેક્ટર પ્રતિમાની હત્યા કરનાર હત્યારો ઝડપાયો, પોલીસે ચાર્જશીટ દાખલ કરી