Not Set/ “એક હતો છકડો”, ગુજરાતમાં હેવ નહીં જોવા મળે ‘છકડો રીક્ષા’. સરકારે જાહેર કર્યો પ્રતિબંધ.

બોલિવુડનાં શહેનશાહ અને મિલેનીયમ સ્ટાર અમિતાભ બચ્ચન પણ રાજ્ય સરકારની જાહેખબરોમાં જેમા સવારી કરતાં જોવા મળે છે અને અનેક ગુજરાતી ફિલ્મોમીમાં અભિનેતાઓ પણ જેમા મુસાફરી મહાલતા જોવા મળ્યા છે. તે ગુજરાતની શાનમાંથી શરમ સમો બની ગયેલ અને એક સમયે ગુજરાતનું ગૌરવ ગણાતો, તેમજ સૌરાષ્ટ્રનાં ગામડોઓમાં “હેલિકોપ્ટર”ની ઓળખ ધરવતો છકડો રીક્ષા હવે ભૂતકાળ બની જશે. જી […]

Business

બોલિવુડનાં શહેનશાહ અને મિલેનીયમ સ્ટાર અમિતાભ બચ્ચન પણ રાજ્ય સરકારની જાહેખબરોમાં જેમા સવારી કરતાં જોવા મળે છે અને અનેક ગુજરાતી ફિલ્મોમીમાં અભિનેતાઓ પણ જેમા મુસાફરી મહાલતા જોવા મળ્યા છે. તે ગુજરાતની શાનમાંથી શરમ સમો બની ગયેલ અને એક સમયે ગુજરાતનું ગૌરવ ગણાતો, તેમજ સૌરાષ્ટ્રનાં ગામડોઓમાં “હેલિકોપ્ટર”ની ઓળખ ધરવતો છકડો રીક્ષા હવે ભૂતકાળ બની જશે. જી હાં…હવે આ જ છકડો રીક્ષા ગુજરાત-સૌરાષ્ટ્રનાં રસ્તા પર જોવા નહીં મળે. ગ્રામ્ય સૌરાષ્ટ્રની ઓળખ સમા છકડો રીક્ષાને 50 વર્ષે સેવા આપ્યા બાદ સરકારે ફરજીયાત રિટાયર કરી દીધો છે. 1970થી ગુજરાતનાં ગ્રામ્ય વિસ્તાર અને ખાસ કરીને ગુજરાત-સૌરાષ્ટ્રનાં અંતરીયાર વિસ્તારોમાં પરિવહનની પરીભાષા રહેલ છકડો રીક્ષાને પ્રદૂષણ અને સલામતીનાં નવા નિયમોને કારણે રૂપાણી સરકારે પ્રતિબંધીત જાહેર કરી દીધો છે.

સૌરાષ્ટનાં રાજકોટની ભાગોળે આવેલી અતુલ ઓટો કંપનીએ વર્ષ 1970માં પ્રથમ છકડો બનાવ્યો હતો. અને પછી તો ઓછી કિંમત, ખડતલ બોડી સ્ટ્રકચર, પાવર ફૂલ એન્જીન અને માલ સામાન તેમજ લોકોની મુસાફરી માટે સરળ સુવિધા સભરતાને કારણે ગુજરાત-સૌરાષ્ટ્રનાં ગ્રામ્ય વિસ્તારમાં છકડાનું વેચાણ દિનપ્રતિદિન વધતુ ગયું. અને એક સમયે છકડો ગુજરાત-સૌરાષ્ટ્રનાં ગ્રમ્ય વિસ્તારની ઓળખ સમો બની ગયો હતો. બેવડું પ્રદુષ્ણ ઓકતો આ જ છકડો અવાજ અને વાયુ પ્રદુષ્ણમાં પણ અવ્વલ હવાથી તેમજ અકસ્માતોની હાર માળા સર્જવામાં પણ અવ્વલ હોવાથી પૂર્વે પણ ગુજરાત સરકાર દ્રારા છકડાને શહેરી વિસ્તારમાંથી વનવાસ આપવામાં આવ્યો હતો.

ગુજરાત-સૌરાષ્ટ્રનાં અંતરીયાર વિસ્તારોમાંથી સામે આવતી અકસ્માતની ઘટનામાં મોટા ભાગે છકડો રીક્ષાથી સર્જાતા અકસ્માત કે છકડો રીક્ષાને નળેલા અકસ્માતોનું પ્રમાણ ખુબ વધારે જોવા મળે છે. ખુલ્લી બોડી અને ત્રણ પૈંડાને કારણે છકડો રીક્ષાનાં અકસ્માતોમાં મૃત્યુ અંક પણ અવ્વલ રહ્યું છે. એક સમયે ટ્રાફિકનાં કોઇ નિયમોનું પાલન કરવું તે છકડો માટે શ્રાપ સમાન હોય તેવું પ્રતિત થતું હતું અને કદાચ આટલા માટે જ છકડાને લોકએ “ગુજરાત એરવેઇઝ”ની ઉપાધી પણ આપી દીધી છે. જેને રોડ સુરક્ષા અને રોડ ટ્રાફીકનાં નિયમો લાગુ પડતા જ નથી. આવા અનેક પ્લસ-માઇનસનાં હિસાબે જ સરકારને છકડાને ઇતિહાર બનાવવાની તાતી ફરજ પડી અને રૂપાણી સરકાર દ્રારા હાલ “એક હતો છકડો” જેવા ક્યાસ સાથે છકડા પછી ફૂલ સ્ટોપ મુકી દેવા આવ્યું છે.