Not Set/ ફોર્ટિસ હેલ્થકેરના પૂર્વ પ્રમોટર શિવિંદરસિંહે તેના મોટા ભાઈની સામે નોંધાવી ફરિયાદ

નવી દિલ્હી: ફોર્ટિસ હેલ્થકેરના પૂર્વ પ્રમોટર શિવિંદર સિંહે મંગળવારે કહ્યું હતું કે, તેમણે પોતાના મોટા ભાઈ માલવિંદર મોહન સિંહ અને રેલિગેયરના પૂર્વ પ્રમુખ સુનીલ ગોધવાનીની સામે રાષ્ટ્રીય કંપની વિધિ ન્યાયાધિકરણ (એનસીએલટી)માં અપીલ કરી છે. આ સાથે જ તેઓએ પોતાના મોટા ભાઈને કારોબારી ભાગીદારીમાંથી અલગ કરી દીધા છે. શિવિંદર સિંહે એક વક્તવ્યમાં કહ્યું હતું કે, “મેં […]

Top Stories India Trending Business
Fortis Healthcare's former promoter Shivinder Singh filed a complaint against his elder brother

નવી દિલ્હી: ફોર્ટિસ હેલ્થકેરના પૂર્વ પ્રમોટર શિવિંદર સિંહે મંગળવારે કહ્યું હતું કે, તેમણે પોતાના મોટા ભાઈ માલવિંદર મોહન સિંહ અને રેલિગેયરના પૂર્વ પ્રમુખ સુનીલ ગોધવાનીની સામે રાષ્ટ્રીય કંપની વિધિ ન્યાયાધિકરણ (એનસીએલટી)માં અપીલ કરી છે. આ સાથે જ તેઓએ પોતાના મોટા ભાઈને કારોબારી ભાગીદારીમાંથી અલગ કરી દીધા છે. શિવિંદર સિંહે એક વક્તવ્યમાં કહ્યું હતું કે, “મેં માલવિંદર અને સુનીલ ગોધવાનીની વિરુદ્ધમાં એનસીએલટીમાં કેસ કર્યો છે. આ કેસ આરએચસી હોલ્ડિંગ, રેલિગેયર અને ફોર્ટિસમાં ઉત્પીડન અને ગેરવહીવટને લઈને દાખલ કરવામાં આવ્યો છે.”

તેમના જણાવ્યા મુજબ માલવિંદર અને ગોધવાની દ્વારા સામૂહિક અને કરાયેલી કાર્યવાહીના કારણે કંપનીના શેરધારકોના હિતોને નુકશાન થયું છે. તેમણે કહ્યું છે કે, તેઓ ઘણાં લાંબા સમયથી કાર્યવાહી કરવામાં માંગતા હતા, પરંતુ આ આશાએ તેઓ રોકાયેલા હતા કે, સદબુદ્ધિ આવશે અને પારિવારિક વિવાદનો એક નવો અધ્યાય નહી લખવો પડે. આ મામલામાં ફરી એક વખત માલવિંદર સિંહની કોઈ ટિપ્પણી નથી લઈ શકાય.