Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Not Set/ HDFC બેંકની મોબાઇલ બેકિંગ, નેટ બેંકિંગ સર્વિસ ઠપ, ખાતાધારકોમાં વધી ચિંતા

ખાનગી ક્ષેત્રની સૌથી મોટી બેંક એચડીએફસી બેંકનાં ખાતાધારકોને સોમવારે ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. એચડીએફસી એકાઉન્ટ ધારકો સોમવારનાં દિવસે નેટ બેન્કિંગ અને મોબાઇલ બેન્કિંગ સેવાઓનો ઉપયોગ કરી શક્યા નહીં. એચડીએફસીની મોબાઇલ એપ્લિકેશન કાર્યરત નથી, અને ન તો નેટબેંકિંગ લોગ ઇન થઇ રહ્યુ છે. ન તો એચડીએફસી વેબસાઇટ કામ કરી રહી છે અને ન તો […]

December 3, 2019December 3, 2019hardik shah
Business

ખાનગી ક્ષેત્રની સૌથી મોટી બેંક એચડીએફસી બેંકનાં ખાતાધારકોને સોમવારે ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. એચડીએફસી એકાઉન્ટ ધારકો સોમવારનાં દિવસે નેટ બેન્કિંગ અને મોબાઇલ બેન્કિંગ સેવાઓનો ઉપયોગ કરી શક્યા નહીં. એચડીએફસીની મોબાઇલ એપ્લિકેશન કાર્યરત નથી, અને ન તો નેટબેંકિંગ લોગ ઇન થઇ રહ્યુ છે. ન તો એચડીએફસી વેબસાઇટ કામ કરી રહી છે અને ન તો મોબાઇલ એપ્લિકેશન. લોકો નેટબેંકિંગ દ્વારા લોગઇન કરી શક્યા નહી. એચડીએફસીમાં આ સમસ્યા લાખો ગ્રાહકોને અસર કરી રહી છે. જેને લઇને લોકોએ સોશિયલ મીડિયા પર નારાજગી વ્યક્ત કરી હતી.

એચડીએફસી એકાઉન્ટ ધારકો બેંકિંગ સેવાનો ઉપયોગ કરવામાં અસમર્થ થઇ રહ્યા છે. ન તો વેબસાઈટ ખુલી રહી છે અને ન તો લોકો નેટ બેન્કિંગ દ્વારા કનેક્ટ થઈ શકે છે. બેંકની મોબાઈલ એપ પણ અટકી ગઈ છે. આને કારણે ગ્રાહકોને મુશ્કેલી ઉભી પડી રહી છે. ઘણા વપરાશકર્તાઓ તેમની મુશ્કેલીઓને ટ્વિટર દ્વારા એચડીએફસી સુધી પહોચાડવાનો પ્રયત્ન કરતા જોવા મળ્યા હતા. લોકો દ્વારા અનેક કલાકોની ફરિયાદો બાદ એચડીએફસી બેંક તરફથી આ ટ્વિટ આવ્યું હતું, જેમાં સૂચવવામાં આવ્યું હતું કે ટેકનિકલ કારણોસર બેંકની નેટ બેન્કિંગ અને મોબાઇલ બેંકિંગ એપ્લિકેશનો પર લોગ ઇન નથી થઇ રહ્યુ.

બેંકે સાંજે 6.15 વાગ્યે ટ્વિટર હેન્ડલ પર ટ્વીટ કરીને તેના ગ્રાહકોને ગડબડી વિશે માહિતી આપી હતી. એચડીએફસી રાત્રે 10.11 સુધી તેની સેવાઓ ફરી શરૂ કરવામાં નિષ્ફળ રહી હતી. એચડીએફસી દ્વારા ટ્વિટ કરીને માહિતી આપવામાં આવી હતી કે અમારા કેટલાક ગ્રાહકો ટેકનિકલ ખામીનાં કારણે નેટબેંકિંગ અને મોબાઇલ બેંકિંગ એપ્લિકેશનમાં લોગ ઇન કરી શકતા નથી. ટેકનિકલ ટીમ સતત આના પર કામ કરી રહી છે, જેથી આ સમસ્યા વહેલી તકે ઉકેલી શકાય.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.

Post navigation

ભારતમાં શ્રીફળને વધેરવામાં આવે છે, જાણો તેની પાછળનું કારણ
એનસીપી પ્રમુખ શરદ પવારની ગૂગલી, કહ્યુ – મને PM મોદીએ કરી હતી ઓફર

More Posts

Bharat Atta/ મોંઘા થયા લોટ, દાળ અને ચોખા! જાણો ભારત બ્રાન્ડની આ પ્રોડક્ટ્સ હવે કેટલામાં મળશે? સબસિડી અંગે પણ અપડેટ આવ્યું

October 22, 2024Maya Sindhav

Not Set/ રાજકારણીઓ ચૂંટણીમાં વ્યસ્ત અને મોંઘવારીની ઘાણીમાં પ્રજાનું તેલ નીકળે છે

October 19, 2021padma prajay
Gold and Silver Price Rise

Business News/ ઝવેરીબજારમાં સોનાના ભાવમાં ₹1500નો ઉછાળો, ચાંદી સ્થિર; ક્રૂડમાં નરમાઈ

September 26, 2026Kavita Solanki

Hindenberg/ સેબીની નોટિસનો જવાબ આપવાના બદલે હિન્ડનબર્ગ આક્ષેપ કરે છે

August 11, 2024jani
Stock market

સ્ટોક માર્કેટ/ શેરબજાર બન્યું મંગળમયઃ બીએસઇ સેન્સેક્સ 600 પોઇન્ટ વધી 60,000ને પાર

February 14, 2023February 14, 2023jani

ભાવવધારો/ આવતા મહિને 10 થી 12 ટકા વધી જશે ટીવી, એસી, લેપટોપ અને ફ્રિજના ભાવ, કંપનીઓ નહીં આપે છુટ

June 16, 2021Bhavini vasani

Not Set/ કોરોના સંકટ વચ્ચે RBI એ વ્યાજદરોમાં કરી ઘટાડાની જાહેરાત, રેપો રેટ હવે…

May 22, 2020jinal patel

Not Set/ Olaથી બૂક કરો કેબ અને 1.25 લાખ સુધીનો મેળવો ઇન્શ્યોરન્સ, આ રીતે ઉઠાવો લાભ

March 26, 2021March 26, 2021Bhumika patel
બેંકમાં

LIC Share Price/ IDBI બેંકમાં હિસ્સો વેચવા પર LIC ચેરમેનનું નિવેદન, જાણો શું છે પ્લાનિંગ?

November 28, 2023khusbu pandya
અરામકો માર્ચમાં ફરી વધશે પેટ્રોલ અને ડીઝલના ભાવ? સાઉદી આપ્યા સંકેત

Business/ માર્ચમાં ફરી વધશે પેટ્રોલ અને ડીઝલના ભાવ? સાઉદી આપ્યા સંકેત

February 5, 2022padma prajay
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy