Not Set/ ભારતમાં શ્રીફળને વધેરવામાં આવે છે, જાણો તેની પાછળનું કારણ

આપણા દેશમાં શ્રીફળને પવિત્ર માનવામાં આવે છે. કોઇ તહેવાર, લગ્ન, નવા વાહન, ઉદ્દઘાટન, ગ્રહપ્રવેશ વગેરે પ્રસંગોએ આપણે શ્રીફળને વધેરીએ છીએ. આંબાનાં પાન અને શ્રીફળથી શોભતા જળ ભરેલા કળશની શુત્ર પ્રસંગે પૂજા થાય છે અને મહેમાનોનું સ્વાગત કરવામાં પણ તે વપરાય છે. શ્રીફળને વધેરીને ભગવાનની સન્મુખ રખાય છે અને ત્યાર બાદ તેન પ્રસાદ તરીકે વહેચવામાં આવે […]

Uncategorized

આપણા દેશમાં શ્રીફળને પવિત્ર માનવામાં આવે છે. કોઇ તહેવાર, લગ્ન, નવા વાહન, ઉદ્દઘાટન, ગ્રહપ્રવેશ વગેરે પ્રસંગોએ આપણે શ્રીફળને વધેરીએ છીએ. આંબાનાં પાન અને શ્રીફળથી શોભતા જળ ભરેલા કળશની શુત્ર પ્રસંગે પૂજા થાય છે અને મહેમાનોનું સ્વાગત કરવામાં પણ તે વપરાય છે.

શ્રીફળને વધેરીને ભગવાનની સન્મુખ રખાય છે અને ત્યાર બાદ તેન પ્રસાદ તરીકે વહેચવામાં આવે છે. પ્રભુને પ્રસન્ન કરવા અને ઇચ્છાપ્રપ્તિ માટે પણ શ્રીફળને વધેરવામાં આવે છે. એક સમય હતો જ્યારે આપણી પાશવી વૃત્તિઓનાં પ્રતીકરૂપે, ભગવાનને પશુબલી અપાતી હતી. જીવ હત્યા પર રોક લગાવવા આ પ્રથાને ધીરે ધીરે બંધ કરી દેવામાં આવી અને તેના સ્થાને શ્રીફળને હોમવાની શરૂઆત થઇ હતી. શ્રીફળને વધેરતા પહેલા તેની છાલને ચોટલીનાં ભાગ સિવાય છોલવામાં આવે છે. એક નજરે તે માનવમસ્તક જેવુ દેખાય છે. એક માન્યતા અનુસાર શ્રીફળને અહમનાં નાશનાં પ્રતીકરૂપે ફોડવામાં આવે છે. મનની વાસનાનાં રૂપી એનું જળ અને મનરૂપી અંદરની સફેદ મલાઇ ભગવાનને ધરાવાય છે. આ રીતે પ્રભુનાં સ્પર્શથી શુદ્ધ થયેલુ મન પ્રસાદ બને છે. ઘણા મંદિરોમાં અને ઘરોમાં શ્રીફળ સિવાય પણ લીલા નારીયેળનું પાણી, ચંદન, દૂધ, દહીં, મધ, ભસ્મ વગેરેનો અભિષેક કરવામાં આવે છે. કહેવાય છે કે આ દરેક પદાર્થનું એક વિશિષ્ટ મહત્વ રહેલુ છે.

નારીયેળને નિઃસ્વાર્થ સેવાનું પ્રતિક માનવામાં આવે છે. નારીયેળનાં વૃક્ષનો દરેક ભાગ તેનું થડ, પાંદળા, ફળ, કાથી વહેરે છાપરું કરવા, સાદડી, આસન, તેલ, સાબુ, સ્વાદિષ્ટ રસોઇ વગેરેમાં વપરાય છે. તે જમીનમાંથી ક્ષારવાળું પાણી ચૂસી લે છે અને તેનું મીઠા જળમાં રૂપાંતર કરે છે. આયુર્વેદનાં અનેક ઔષધ બનાવવામાં તથા અન્ય ઔષધ પદ્ધતિઓમાં તેનો ઉપયોગ થાય છે. છોલેલા નારીયેળ ઉપરની નિશાનીઓથી તે ત્રિનેત્રશ્વર ભગવાન શિવ જેવુ દેખાય છે અને તથી તે ઇચ્છાપૂર્તી કરનારુ ગણાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.