Not Set/ ભારત અને ચીનની અર્થવ્યવસ્થાની તુલના કરવી એ અયોગ્ય છે : રઘુરામ રાજન

ન્યૂયોર્ક, ભારત અને પાડોશી દેશ ચીનની અર્થવ્યવસ્થા વચ્ચે કરવામાં આવી રહેલી તુલના અંગે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના પૂર્વ ગવર્નર રઘુરામ રાજને કટાક્ષ કર્યો છે. ભારતની અર્થવ્યવસ્થામાં સુધારા અંગે તેઓએ જણાવ્યું, “ભારત અને ચીનની તુલના કરવી એ અયોગ્ય છે કારણ કે ભારત કોમ્યુનિસ્ટ શાસનવાળા ચીનની અર્થવ્યવસ્થાના મુકાબલામાં ઘણી નાની છે. ભારતની સરખામણીમાં ચીનની અર્થવ્યવસ્થા ૫ ગણી […]

Business
ddddhh ભારત અને ચીનની અર્થવ્યવસ્થાની તુલના કરવી એ અયોગ્ય છે : રઘુરામ રાજન

ન્યૂયોર્ક,

ભારત અને પાડોશી દેશ ચીનની અર્થવ્યવસ્થા વચ્ચે કરવામાં આવી રહેલી તુલના અંગે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના પૂર્વ ગવર્નર રઘુરામ રાજને કટાક્ષ કર્યો છે. ભારતની અર્થવ્યવસ્થામાં સુધારા અંગે તેઓએ જણાવ્યું, “ભારત અને ચીનની તુલના કરવી એ અયોગ્ય છે કારણ કે ભારત કોમ્યુનિસ્ટ શાસનવાળા ચીનની અર્થવ્યવસ્થાના મુકાબલામાં ઘણી નાની છે. ભારતની સરખામણીમાં ચીનની અર્થવ્યવસ્થા ૫ ગણી મોટી છે”.

રઘુરામ રાજન શિકાંગો યુનિવર્સીટીમાં સ્કૂલમાં ઓફ બિઝનેસમાં પ્રોફેસર છે. તેઓએ હાવર્ડ કેનેડી સ્કૂલમાં ૨૦૧૮ના એલ્બર્ટ એચ ગોર્ડાનમાં લેક્ચર દરમિયાન આ વાત કહી હતી.

ચીનની અર્થવ્યવસ્થા ભારત કરતા પાંચ ગણી છે મોટી

રાજને ભારત-ચીનની તુલના અંગે કહ્યું, ” મને લાગી રહ્યું છે કે ભારત અને ચીનની અવારનવાર તુલના કરવામાં આવી રહી છે પરંતુ આ તુલના કેટલીક હદ સુધી અયોગ્ય છે. આ બંને દેશ પૂરી રીતે અલગ છે.

તેઓએ વધુમાં જણાવતા કહ્યું, ” ચીનના મુકાબલામાં ભારત ફિક્કું પડી જાય છે. ચીનની અર્થવ્યવસ્થાનું કદ ભારત કરતા ૫ ગણું છે અને આ દેશમાં પ્રતિ વ્યક્તિગત ઇન્કમ પણ પાંચ ઘણી છે કારણ કે બંને દેશોની વસ્તીગીચતા એકબીજાની નજીક આવી રહી છે”.

ભારતના નિર્માણ કાર્યો છે ઘટાડો

રાજને ભારતની અર્થવ્યવસ્થા અંગે જણાવ્યું, “ચીન સાથેની તુલનાને છોડીને અન્ય માપદંડ અંગે જોવામાં આવે તો ભારત એક પ્રગતિવાન દેશ છે. છેલ્લા ૨૫ વર્ષ દરમિયાન ભારતનો આર્થિક વિકાસ દર ૭ ટકાના ડાયરામાં રહ્યો છે. પરંતુ ચીનની સરખામણીમાં ભારતે જે કામ નથી કર્યું જેમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર સુવિધા અને તેના નિર્માણ કાર્યમાં ઘટાડો છે”.

ભારતમાં આ સુવિધાઓની છે કમી

ચીનની ઈન્ફ્રાસ્ટ્રક્ચર સુવિધા અંગે જણાવતા રાજને કહ્યું, “ચીનની અર્થવ્યવસ્થાની વૃદ્ધિ અને મેન્યુફેક્ચરિંગ સેક્ટરની પ્રગતિમાં એક મોટું યોગદાન તેઓની સારી ઈન્ફ્રાસ્ટ્રક્ચર સુવિધા છે. જ્યાં લોજિસ્ટિક સુવિધાઓ, પોર્ટ સુધી પહોચવા માટેની સરળતા તેમજ ત્યાંના રોડની સારી સુવિધાઓ જે ભારતમાં નથી”.