Not Set/ જેટ એરવેઝ પછી ડૂબી શકે આ કંપની, કર્મચારીઓની સેલેરીના પણ ફાંફા

જેટ એરવેઝની કફોડી હાલત બાદ દેશની મોટા ભાગની સરકારી કંપનીઓ હાલમાં દેવામાં ડુબેલી હોવાથી કંપનીઓના કર્મચારીઓને સેલેરી દેવાના પણ ફાંફા છે. હાલમાં આર્થિક કટોકટી સામે ઝઝુમી રહેલી BSNL, MTNL, એર ઇન્ડિયા, ઇન્ડિયા પોસ્ટમાં કર્મચારીઓની સેલેરી અટકી ગયા બાદ હવે વધુ એક સરકારી વિમાન કંપની પવનહંસ તેના કર્મચારીઓને સેલેરી આપવામાં નિષ્ફળ રહી છે. આ કંપનીએ ગત […]

Business
Pawan Hans Helicopter જેટ એરવેઝ પછી ડૂબી શકે આ કંપની, કર્મચારીઓની સેલેરીના પણ ફાંફા

જેટ એરવેઝની કફોડી હાલત બાદ દેશની મોટા ભાગની સરકારી કંપનીઓ હાલમાં દેવામાં ડુબેલી હોવાથી કંપનીઓના કર્મચારીઓને સેલેરી દેવાના પણ ફાંફા છે. હાલમાં આર્થિક કટોકટી સામે ઝઝુમી રહેલી BSNL, MTNL, એર ઇન્ડિયા, ઇન્ડિયા પોસ્ટમાં કર્મચારીઓની સેલેરી અટકી ગયા બાદ હવે વધુ એક સરકારી વિમાન કંપની પવનહંસ તેના કર્મચારીઓને સેલેરી આપવામાં નિષ્ફળ રહી છે. આ કંપનીએ ગત વર્ષે જ 89 કરોડની ખોટ કરી હતી.

કરોડો રૂપિયાનું દેવું

હેલિકોપ્ટર ઉડાનનું નિયમન કરતી પવનહંસ કંપની હાલ કરોડો રૂપિયાના દેવામાં ડુબેલી છે. જેને કારણે કંપનીઓના કર્મચારીઓની સેલેરી અટકી ગઇ છે. આ સંદર્ભે કંપનીએ તેના કર્મચારીઓને એક પરિપત્ર પણ જારી કર્યો છે.

અનેક આર્થિક જવાબદારીઓ

કંપની પર 230 કરોડનું દેવું છે અને તે ઉપરાંત પણ અન્ય આર્થિક સંકટો સામે ઝઝુમી રહી છે. તેને કારણે આવનારા સમયમાં કંપનીની હાલત વધુ કફોડી બને તે ચોકક્સ છે. તેથી હાલ તો કંપની કોઇ રીતે ફંડ એકત્રીકરણ કરવાના પ્રયાસો કરી રહી છે જેથી કર્મચારીઓને સેલેરી આપી શકે. તદુપરાંત વધુ એક પ્રાઇવેટ એરલાઇન્સ કંપની પણ બંધ થવાને આરે હોવાના સંકેતો મળી રહ્યા છે.

કર્મચારીઓના ઓવરટાઇમ પણ બંધ

કંપનીએ હાલમાં ટેકનિકલ સ્ટાફ સિવાય બધા જ કર્મચારીઓનો ઓવરટાઇમ બંધ કર્યો છે. હવે ઓવરટાઇમ માટે કોઇપણ કર્મીને પૈસા નહીં મળે. પવનહંસના મોટા ભાગના હેલિપોર્ટ હાલમાં ખોટ ખાઇ રહ્યા છે. પવનહંસના માત્ર કેટલાંક જ હેલિકોપ્ટર ચૂંટણી માટે બૂક છે બાકીના હેલિકોપ્ટરની સેવા હાલમાં સ્થગિત છે.