Not Set/ સતત ભાવવધારા બાદ પેટ્રોલ પર મેળવો ભારે છૂટ, આ કંપની આપી રહી છે ખાસ ઓફર

નવી દિલ્હી, ક્રૂડ ઓઈલમાં થઇ રહેલો ભાવવધારો અને ડોલરની સામે સતત ગગડી રહેલા રૂપિયાના કારણે પેટ્રોલ અને ડીઝલની કિંમતો આસમાને પહોંચી છે. બીજી બાજુ સતત ભાવવધારાના કારણે લોકો પણ ત્રાહિમામ પોકારી ઉઠયા છે, ત્યારે હવે જો તમે આ જાણકારી અને રૂપિયા ચુકવવાની રીત સમજી શકો છો તો આ બોજને ઓછો કરી શકો છો. હકીકતમાં, પેટ્રોલ […]

Trending Business
petrol bizz May 21 2 સતત ભાવવધારા બાદ પેટ્રોલ પર મેળવો ભારે છૂટ, આ કંપની આપી રહી છે ખાસ ઓફર

નવી દિલ્હી,

ક્રૂડ ઓઈલમાં થઇ રહેલો ભાવવધારો અને ડોલરની સામે સતત ગગડી રહેલા રૂપિયાના કારણે પેટ્રોલ અને ડીઝલની કિંમતો આસમાને પહોંચી છે. બીજી બાજુ સતત ભાવવધારાના કારણે લોકો પણ ત્રાહિમામ પોકારી ઉઠયા છે, ત્યારે હવે જો તમે આ જાણકારી અને રૂપિયા ચુકવવાની રીત સમજી શકો છો તો આ બોજને ઓછો કરી શકો છો.

સતત ભાવવધારા બાદ પેટ્રોલ પર મેળવો ભારે છૂટ, આ કંપની આપી રહી છે ખાસ ઓફર
busienss-petrol-diesel-paytm-offers-petrol-price-cashback

હકીકતમાં, પેટ્રોલ અને ડીઝલની કિંમત વધવાના કારણે મોબાઈલ વોલેટ કંપની પેટીએમ દ્વારા સ્પેશિયલ ઓફર આપવામાં આવી છે. પેટ્રોલ અને ડીઝલ ભરાવવા માટે પેટીએમનો ઉપયોગ કરીને ૧૩૫૦ રૂપિયાનો ફાયદો મેળવી શકો છો.

પેટીએમની ખાસ ઓફર :

petrol pump 7500 img સતત ભાવવધારા બાદ પેટ્રોલ પર મેળવો ભારે છૂટ, આ કંપની આપી રહી છે ખાસ ઓફર
busienss-petrol-diesel-paytm-offers-petrol-price-cashback

પેટીએમ મોબાઈલ વોલેટ દ્વારા ૭૫૦૦ રૂપિયાનું કેશબેકની સ્પેશિયલ ઓફર પણ આપવામાં આવી રહી છે. આ ઓફર હેઠળ જેટલીવાર પેટ્રોલ અને ડીઝલ ભરાવશો, એટલી વાર તમને કેશબેક મળશે.

ઓફર મેળવવા માટે છે આ નિયમો

આ માટે તમારે ૫૦ રૂપિયાનું ફ્યુઅલ ભરાવું પડશે.

તમેને દિવસમાં એક જ વાર પેટ્રોલ ભરાવવા પર મળશે કેશબેક

ત્યારબાદ તમે આ કેશબેકનો ઉપયોગ વીજળીનું બીલ ભરવા, પિક્ચર જોવા કે ટિકિટ બુક કરાવવા માટે કરી શકો છો.

આ રીતે મળશે ૧૩૫૦ રૂપિયા :

paytm offer સતત ભાવવધારા બાદ પેટ્રોલ પર મેળવો ભારે છૂટ, આ કંપની આપી રહી છે ખાસ ઓફર
busienss-petrol-diesel-paytm-offers-petrol-price-cashback

પેટીએમ આ ઓફર હેઠળ ૧૩૫૦ રૂપિયાનું કેશબેક એક સાથે પણ આપી રહ્યું છે. આ કેશબેકનો ફાયદો ત્યારે મળશે જયારે તમે ફ્યુઅલ ખરીદવા માટે ૧૦મી વાર પેટીએમ એપનો ઉપયોગ કરશો.

૧૦મી વખત બાદ દરેક વખતે તમને કેશબેક મળશે. આ જે કેશબેક મળશે તેનો ઉપયોગ તમે ફ્લાઈટ ટિકિટ બુક કરાવવા કે બસ ટિકિટ બુક કરાવવા માટે કરી શકો છો.

paytm સતત ભાવવધારા બાદ પેટ્રોલ પર મેળવો ભારે છૂટ, આ કંપની આપી રહી છે ખાસ ઓફર
busienss-petrol-diesel-paytm-offers-petrol-price-cashback

પેટીએમની પૂરી ઓફર જાણવા માટે તમે https://paytm.com/offer/petrol-pump-offers/ પર પહોંચી શકો છો.

આગામી એક વર્ષ સુધી મળશે ઓફરનો ફાયદો

કંપની દ્વારા જણાવ્યા અનુસાર, આ ઓફરનો ફાયદો યુઝર્સ ૧ ઓગષ્ટ, ૨૦૧૮થી લઇ ૧ ઓગષ્ટ, ૨૦૧૯ સુધી લઇ શકે છે.