Not Set/ એક જ વર્ષમાં કર્યા 289 અરબ રૂપિયાના 12 સોદા, આખરે શું છે મુકેશ અંબાણીનો પ્લાન…

ભારતની બીજી સૌથી મોટી કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રી કન્ઝ્યુમર સેક્ટરમાં કંપનીઓ પર કંપની ખરીદી રહી છે. રિલાયન્સે ગયા એક વર્ષેમાં 289 અરબ રૂપિયાના 12 સોદા કર્યા છે. આમાં એ જાણવું રસપ્રદ રહેશે કે રિલાયન્સ અને મુકેશ અંબાણીની યોજના શું છે?. એક રીપોર્ટ મુજબ એક વર્ષમાં રિલાયન્સે 12 કંપનીઓ ખરીદી છે. હકીકતમાં દેશના સૌથી ધનિક વ્યક્તિ મુકેશ […]

Top Stories India Business
658425 635681 mukesh ambani reuters એક જ વર્ષમાં કર્યા 289 અરબ રૂપિયાના 12 સોદા, આખરે શું છે મુકેશ અંબાણીનો પ્લાન...

ભારતની બીજી સૌથી મોટી કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રી કન્ઝ્યુમર સેક્ટરમાં કંપનીઓ પર કંપની ખરીદી રહી છે. રિલાયન્સે ગયા એક વર્ષેમાં 289 અરબ રૂપિયાના 12 સોદા કર્યા છે. આમાં એ જાણવું રસપ્રદ રહેશે કે રિલાયન્સ અને મુકેશ અંબાણીની યોજના શું છે?.

એક રીપોર્ટ મુજબ એક વર્ષમાં રિલાયન્સે 12 કંપનીઓ ખરીદી છે. હકીકતમાં દેશના સૌથી ધનિક વ્યક્તિ મુકેશ અંબાણીના નેતૃત્વ વાળી કંપની કન્ઝ્યુમર બીઝનેસ પર ફોકસ કરી રહી છે.

61188327 એક જ વર્ષમાં કર્યા 289 અરબ રૂપિયાના 12 સોદા, આખરે શું છે મુકેશ અંબાણીનો પ્લાન...

આટલું જ નહિ, અંબાણીએ ઘણી ડૂબતી કંપનીઓને ખરીદીને સંકટમાંથી ઉગારવાનું કામ કર્યું છે. આમાં એક કાપડની કંપની, એક કાર્બન ફાયબર કંપની અને કર્જામાં ડૂબેલી એક ટેલીકોમ કંપનીના વાયરલેસ એસેટ શામેલ છે.

આ પહેલા રિલાયન્સની ઓળખાણ એક પેટ્રોલીયમ રિફાયનરી કંપનીના રૂપમાં હતી. ભારતમાં દુનિયાનું સૌથી મોટું ઓઈલ રિફાયનરી પરિસર રિલાયન્સે જ બનાવ્યું હતું. પરંતુ મુકેશ અંબાણી ટેલીકોમ, રીટેલ અને મિડિયા સેક્ટરની કંપનીઓને આગળ કરતા સારા ફાયદામાં લાવવા ઈચ્છે છે. કંપનીએ ઈન્ટરનેટ અને આર્ટીફીશીયલ ઇન્ટેલિજન્સ આધારિત એજ્યુકેશન કંપની ખરીદી છે. જેનાથી તેઓ રિલાયન્સ જિયો ઇન્ફોકોમની ડીજીટલ પ્રોડક્ટ એકીકૃત કરી શકાશે.

10014 1 e1530792946203 એક જ વર્ષમાં કર્યા 289 અરબ રૂપિયાના 12 સોદા, આખરે શું છે મુકેશ અંબાણીનો પ્લાન...

એક એકસપર્ટનું કહેવાનું છે કે જો કંપની પર્યાપ્ત કન્ટેન્ટ તૈયાર કરવામાં સફળ રહેશે તો યુઝર્સને એમના નેટવર્કનો ફાયદો મળશે.

રિલાયન્સ અત્યાર સુધીમાં ટેલીકોમ, રીટેલ, પેટ્રોકેમિકલ્સ અને રીયલ એસ્ટેટ માં લગભગ 53 અરબ ડોલરનું રોકાણ કરી ચુકી છે. ફક્ત ટેલીકોમ સેક્ટરમાં જ રિલાયન્સે 36 અરબ ડોલરનું રોકાણ કર્યું છે.