દેશની કેન્દ્રીય બેંકે રેપો રેટમાં વધારે કરવાનો ફેંસલો કર્યો છે. આરબીઆઇ ગવર્નર ઊર્જિત પટેલની અધ્યક્ષતાવાળી મોનિટરી પોલિસી કમિટી એ રેપો રેટમાં 25 બેઝીઝ પોઈન્ટ નો વધારો કરીને 6.5 કરી દધો છે. સાથે જ રિવર્સ રેપો રેટ પણ 25 બેઝીઝ પોઇન્ટ વધારીને 6.25 કરી દીધો છે.
RBI's Monetary Policy Committee has decided to increase the policy repo rate under the liquidity adjustment facility (LAF) by 25 basis points to 6.5% Consequently, the reverse repo rate under the LAF stands adjusted to 6.25% & marginal standing facility rate & Bank Rate to 6.75% pic.twitter.com/C3caihMsGX
— ANI (@ANI) August 1, 2018
આરબીઆઇના આ પગલાં બાદ બેંકો પણ લોનના વ્યાજ દરમાં વધારો કરી શકે છે. જેના કારણે લોકોને ઇએમઆઇમાં વધારો થવાની આશંકા છે. આરબીઆઇ ગવર્નર ઊર્જિત પટેલે કહ્યું કે વર્ષ 2018-19 માં જીડીપી ગ્રોથ રેટ 7.4 ટકા રહેવાનું અનુમાન છે. વળી 2019-20 ના પહેલા ત્રિમાસિક ગાળામાં જીડીપી ગ્રોથ રેટ 7.5 ટકા રહેવાનું અનુમાન છે. પટેલે કહ્યું કે મોનિટરી પોલિસી કમિટી એ વધતી મોંઘવારીને જોતા રેપો રેટમાં વધારો કરવાનો ફેંસલો કર્યો છે.

ઓક્ટોબર 2013 બાદ પહેલી વાર આઇબીઆઇએ સતત બે વાર રેપો રેટમાં વધારો કર્યો છે. મહત્વનું છે કે આરબીઆઇ જે રેટ પર બેંકોને શોર્ટ ટર્મ લોન આપે છે એને રેપો રેટ કહેવામાં આવે છે. રિવર્સ રેપો રેટ એને કહે છે જેના પાર કોમર્શિયલ બેંકો આરબીઆઇને લોન આપે છે.
