Not Set/ સેન્સેક્સે ૩૮ હજારને પાર પહોંચી બનાવ્યો નવો રેકોર્ડ, નિફટી પણ ઓલટાઈમ હાઈ

નવી દિલ્હી, શેરબજારમાં સેન્સેક્સે ગુરુવારે એક નવો કીતિર્માન રચી દીધો છે. બેન્કિંગ અને હેવિવેટ શેરોમાં ઉછાળાને કારણે સેન્સેક્સે પહેલી વખત ૩૮ હજારની સપાટી સ્પર્શ કરી લીધી છે, જયારે નિફટી પણ ૧૧૪૫૦ની સપાટી હાંસલ કરવામાં સફળ રહ્યો છે. નિષ્ણાતોના મતે, આ ઉછાળો હજુ પણ યથાવત રહી શકે છે. બેન્કિંગ અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ સહિતના અન્ય મોટા ગજાના […]

Trending Business
sensex up સેન્સેક્સે ૩૮ હજારને પાર પહોંચી બનાવ્યો નવો રેકોર્ડ, નિફટી પણ ઓલટાઈમ હાઈ

નવી દિલ્હી,

શેરબજારમાં સેન્સેક્સે ગુરુવારે એક નવો કીતિર્માન રચી દીધો છે. બેન્કિંગ અને હેવિવેટ શેરોમાં ઉછાળાને કારણે સેન્સેક્સે પહેલી વખત ૩૮ હજારની સપાટી સ્પર્શ કરી લીધી છે, જયારે નિફટી પણ ૧૧૪૫૦ની સપાટી હાંસલ કરવામાં સફળ રહ્યો છે. નિષ્ણાતોના મતે, આ ઉછાળો હજુ પણ યથાવત રહી શકે છે.

બેન્કિંગ અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ સહિતના અન્ય મોટા ગજાના શેરોમાં ઉછાળાથી બજાર મજબૂત બન્યું છે. સેન્સેક્સે એક નવો રેકોર્ડ બનાવતાં ૧૧૯ પોઈન્ટના ઉછાળા સાથે શરૂઆત કરી હતી. આ ઉછાળા સાથે તેણે પહેલી વખત ૩૮૦૦૦નો આંકડો પાર કરી લીધો છે.

નિફટીની વાત કરીએ તો, તે પણ રેકોર્ડ સ્તરે કારોબાર કરી રહ્યા છે. નિફટીએ ૨૫ પોઈન્ટના ઉછાળા સાથે ૧૧૪૭૫ની સપાટી મેળવી લીધી છે.

આઈસીઆઈસીઆઈ બેન્ક, બીપીસીએલ, સિપ્લા, હિન્ડાલ્કોના શેરો ટોપ ગેનર તરીકે કારોબાર કરી રહ્યા છે. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડના શેરોમાં ફરી એક વખત તેજી આવી ગઈ છે, જેના પગલે આરઆઈએલનું માર્કેટ કેપ ફરી એક વખત દેશમાં સૌથી મોટું થઈ ગયું છે.

શેરબજારના શરૂઆતી કારોબારમાં રિલાયન્સના શેર ૦.૫૩ટકાના ઉછાળા સાથે કારોબાર કરી રહ્યા છે. કંપનીના એક શેરની કિંમત ૧૨૨૩.૭૦એ પહોંચી ગઈ છે. આ ઉછાળા સાથે આરઆઈએલનું માર્કેટ કેપ ૭.૭૫ લાખ કરોડને પાર પહોંચ્યું છે. બીજી બાજુ ટાટા કન્સલ્ટન્સી સવિર્સીઝની માર્કેટ કેપ હાલ ૭.૫૬ લાખ કરોડે પહોંચી ગઈ છે.

રૂપિયા બન્યો મજબૂત

કારોબારી સપ્તાહના ચોથા દિવસે રૂપિયાએ પણ મજબૂત શરૂઆત કરી છે. ગુરુવારે એક ડોલરના મુકાબલે રૂપિયો ૧૪ પૈસાની મજબૂતી સાથે ખુલ્યો છે. આ ઉછાળા સાથે તે ડોલરના મુકાબલે ૬૮.૪૮ના સ્તરે પહોંચવામાં સફળ રહ્યો છે.