Not Set/ ટોપ 9 કંપનીઓની માર્કેટ કેપમાં  84,354 કરોડનું ધોવાણ,ટોપ 5 ફાર્મા શેરો સૌથી નીચી સપાટી પર

મુંબઇ, ગયા સપ્તાહમાં શેરબજારમાં અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો.ગયા સપ્તાહે સેન્સેક્સની ટોપ-10 કંપનીઓમાંથી 9 કંપનીઓના સંયુક્ત માર્કેટકેપમાં 84,354 કરોડનું ધોવાણ જોવા મળ્યું હતું. વૈશ્વિક મંદીના ભણકારાને કારણે ગયા સપ્તાહે ભારતીય સૂચકાંકોમાં ઘટાડો જોવા મળ્યો હતો. સંખ્યાબંધ નેગેટિવ ન્યૂઝ અને નબળા કોર્પોરેટ રિઝલ્ટને પગલે મજબૂત બજારમાં પણ ફાર્મા શેરો ગબડ્યા હતા અને ટોપ 5 ફાર્મા શેરો […]

Business
aaay 12 ટોપ 9 કંપનીઓની માર્કેટ કેપમાં  84,354 કરોડનું ધોવાણ,ટોપ 5 ફાર્મા શેરો સૌથી નીચી સપાટી પર

મુંબઇ,

ગયા સપ્તાહમાં શેરબજારમાં અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો.ગયા સપ્તાહે સેન્સેક્સની ટોપ-10 કંપનીઓમાંથી 9 કંપનીઓના સંયુક્ત માર્કેટકેપમાં 84,354 કરોડનું ધોવાણ જોવા મળ્યું હતું. વૈશ્વિક મંદીના ભણકારાને કારણે ગયા સપ્તાહે ભારતીય સૂચકાંકોમાં ઘટાડો જોવા મળ્યો હતો.

સંખ્યાબંધ નેગેટિવ ન્યૂઝ અને નબળા કોર્પોરેટ રિઝલ્ટને પગલે મજબૂત બજારમાં પણ ફાર્મા શેરો ગબડ્યા હતા અને ટોપ 5 ફાર્મા શેરો 5 વર્ષની સૌથી નીચી સપાટી પર હતા.

ટાટા કન્સલ્ટન્સી સર્વિસિસના માર્કેટકેપમાં સૌથી વધુ ગાબડું પડ્યું હતું.જાહેર રજા સાથેના ટૂંકા ટ્રેડિંગ સપ્તાહ દરમિયાન  સેન્સેક્સ 231.58 પોઈન્ટ્‌સ ઘટીને બંધ રહ્યો હતો.

.શુક્રવારે પૂરા થયેલા સપ્તાહે ટાટા કન્સલ્ટન્સી સર્વિસિસ, એચડીએફસી બેન્ક, હિન્દુસ્તાન યુનિલિવર,  એચડીએફસી, ઈન્ફોસિસ, આઇટીસી,કોટક મહિન્દ્રા બેન્ક,આઇસીઆઇસીઆઇ બેન્ક અને એસબીઆઇના માર્કેટકેપમાં ઘટાડો નોંધાયો હતો.

ટાટા કન્સલ્ટન્સી સર્વિસિસનું માર્કેટકેપ 30,807.1 કરોડના ધોવાણ સાથે 8,11,828.43 કરોડ નોંધાયું હતું.એચડીએફસીનું માર્કેટકેપ 19,495.4 કરોડ ઘટી 3,62,123.92 કરોડ જ્યારે એચડીએફસી બેન્કનું માર્કેટકેપ 15,065.8 કરોડના ઘટાડા સાથે 6,08,826.25 કરોડ નોંધાયું હતું.ઈન્ફોસિસનું માર્કેટકેપ પણ 6,700.27 કરોડના નુકસાન સાથે 3,32.672.51 કરોડ જ્યારે કોટક મહિન્દ્રા બેન્કનું માર્કેટકેપ 6,552.48 કરોડના ધોવાણ સાથે 2,86,340.99 કરોડ નોંધાયું હતું.હિન્દુસ્તાન યુનિલિવરનું માર્કેટકેપ 2,954.95 કરોડના ઘટાડા સાથે 3,95,335.97 કરોડ જ્યારે આઇટીસીનું માર્કેટકેપ 1,657.41 કરોડ ગગડીને 3,10,488.97 કરોડ નોંધાયું હતું.

આઇસીઆઇસીઆઇ બેન્કનું માર્કેટકેપ 790.71 કરોડ ઘટી 2,70,569.37 કરોડ અને એસબીઆઇનું માર્કેટકેપ 356.99 કરોડના ધોવાણ સાથે 2,59,667.57 કરોડ નોંધાયું હતું.આ સાથે માર્કેટકેપની દ્રષ્ટિએ સેન્સેક્સની ટોપ-10 કંપનીઓની યાદીમાં ટાટા કન્સલ્ટન્સી સર્વિસિસ ટોચના સ્થાને રહી હતી. ત્યારબાદ અનુક્રમે રિલાયન્સ, એચડીએફસી બેન્ક, હિન્દુસ્તાન યુનિલિવર, એચડીએફસી, ઈન્ફોસિસ, આઇટીસી, કોટક મહિન્દ્રા બેન્ક, આઇસીઆઇસીઆઇ બેન્ક અને એસબીઆઇનું સ્થાન આવે છે.

ફાર્મા શેરોની વાત કરીએ તો લુપિન, કેડિલા, સન ફાર્મા અને ગ્લેનમાર્ક જેવા ફાર્મા શેરો છેલ્લા ત્રણ વર્ષમાં આશરે 40થી 60 ટકા ઘટ્યા છે. નિફ્ટી ફાર્મા ઇન્ડેક્સ બુધવારે 1.4 ટકા તૂટીને 7,744.30એ બંધ આવ્યો હતો. આ ઇન્ડેક્સ ઇન્ટ્રા-ડે 7,550.55ના પાંચ વર્ષના નીચા સ્તરે પટકાયો હતો. છેલ્લા એક મહિનામાં નિફ્ટી ફાર્મા ઇન્ડેક્સમાં 5.9 ટકા ધોવાણ થયું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.