Auto/ માત્ર 1.95 લાખમાં ખરીદો આ કાર, અહીં સેક્ન્ડ હેન્ડ કાર પર મળી રહી છે બંપર ઓફર..

આ મહિનાથી તમામ કાર ઉત્પાદકોએ તેમની કારની કિંમતમાં વધારો કર્યો છે. આવી સ્થિતિમાં કાર ખરીદવી તમારા ખિસ્સા પર ભારે પડી શકે છે. તો આજે અમે તમારા માટે એક ઓફર લઈને આવ્યા છીએ જેમાં તમે મારુતિ સુઝુકી અલ્ટો 800 વીએક્સઆઈ કાર ખૂબ જ ઓછી કિંમતે ખરીદી શકો છો. ખરેખર આ કાર મારુતિ સુઝુકીની ટ્રુ વેલ્યૂ વેબસાઇટ […]

Tech & Auto

આ મહિનાથી તમામ કાર ઉત્પાદકોએ તેમની કારની કિંમતમાં વધારો કર્યો છે. આવી સ્થિતિમાં કાર ખરીદવી તમારા ખિસ્સા પર ભારે પડી શકે છે. તો આજે અમે તમારા માટે એક ઓફર લઈને આવ્યા છીએ જેમાં તમે મારુતિ સુઝુકી અલ્ટો 800 વીએક્સઆઈ કાર ખૂબ જ ઓછી કિંમતે ખરીદી શકો છો.

Maruti Alto 800 Reviews - (MUST READ) 341 Alto 800 User Reviews

ખરેખર આ કાર મારુતિ સુઝુકીની ટ્રુ વેલ્યૂ વેબસાઇટ પર વેચાઇ રહી છે. તમે આ કારને ફક્ત 1,95000 રૂપિયામાં ખરીદી શકો છો. તે સેકન્ડ-હેન્ડ કાર છે જે પહેલી માલિકીની કાર છે અને તે 2018નું મોડલ છે. તે એક પેટ્રોલ વેરિએન્ટ છે, જે કુલ 30450 કિ.મી. સુધી ચાલી છે.

5G ટેકનોલોજી સાથે લોન્ચ થયો Galaxy S20 FE, મળી રહ્યું છે 8000નું કેશબેક

Alto 800 VXI
આ કારની અન્ય સુવિધાઓની વાત કરવામાં આવે તો તે અલ્ટો 800 વીએક્સઆઈ વ્હાઇટ કલર છે અને તેમાં મેન્યુઅલ ટ્રાન્સમિશન મળે છે અને તેમાં કોઈ બાહ્ય ફિટમેન્ટ આપવામાં આવ્યા નથી. જો તમે આ કાર વિશે વધુ માહિતી મેળવવા માંગતા હોય, તો તમે તમારું નામ, મોબાઇલ નંબર અને ઇમેઇલ આઈડી એન્ટર કરીને માહિતી મેળવી શકો છો. આ સિવાય તમે ટેસ્ટ ડ્રાઇવ બૂક કરાવી શકો છો અને આ ઉપરાંત તમે ડીલરનો સંપર્ક પણ કરી શકો છો. તમે આ લિંક પર ક્લિક કરીને વધુ માહિતી મેળવી શકો છો
(https://www.marutisuzukitruevalue.com/buy-car/alto-800-in-bhubaneswar-2018/AXiL4g9TNiwKO4z0JxFi)

Alto VXI+ price: Maruti Suzuki launches Alto VXI+ at Rs 3.80 lakh, Auto News, ET Auto

મારુતિ સુઝુકી ટ્રુ વેલ્યુ વેબસાઇટ પર તમને કંપનીની કાર ખૂબ ઓછી કિંમતે મળશે, જેમાં વેગનઆર, સ્વિફ્ટ, મારુતિ ડિઝાયર, ઓમની, ઇકો, અર્ટીગા, વિટારા બ્રેઝા, બલેનો અને એસ પ્રેસો જેવી કાર સામેલ છે.

મારુતિ અલ્ટો 800 VXIની સુવિધાઓ
મારુતિ સુઝુકીની આ કારની વિશેષતાઓ વિશે વાત કરવામાં આવે તો તેમાં મેન્યુઅલ ટ્રાન્સમિશન સાથે 796 સીસીનું એન્જિન આપવામાં આવ્યું છે. આ એન્જિન 6000rpm પર 47.3bhp પાવર અને 3500rpm પર 69Nm નો ટોર્ક જનરેટ કરે છે. આ કારને પ્રતિ લિટર 22.05 કિલોમીટરનું માઇલેજ મળે છે અને તેની એક્સ શોરૂમ કિંમત 3.90 લાખ રૂપિયા છે. આ કાર સિલ્કી સિલ્વર, ગ્રેનાઈટ ગ્રે, મોજિટો ગ્રીન, સરુલિયન બ્લુ અને અપટાઉન રેડ જેવા પાંચ રંગમાં ઉપલબ્ધ છે.