Not Set/ પોલીસનાં હથ્થે ચઢ્યા બાદ ગેંગસ્ટરે બુમો પાડતા કહ્યુ, હુ વિકાસ દુબે છું, કાનપુરવાળો…

યુપીનાં કાનપુર જિલ્લાનાં ચૌબેપુરમાં ગયા અઠવાડિયે 8 પોલીસકર્મીઓની નિર્દયતાથી હત્યા કરીને ફરાર થયેલા ગેંગસ્ટર વિકાસ દુબેને ગુરુવારે સવારે ઉજ્જૈનનાં મહાકાલ મંદિરમાં ધરપકડ કરવામાં આવી છે. તેની ધરપકડ કર્યા બાદ જ્યારે મધ્ય પ્રદેશ પોલીસ તેને પોલીસ સ્ટેશન લઈ જવા માટે કાર તરફ લઈ જઇ રહી હતી, ત્યારે મીડિયાનાં કેમેરા સામે કબૂલાત કરતા તે બોલ્યો – “હું […]

India
66ac2c65b63bfbe43aab7d45ae23484d 2 પોલીસનાં હથ્થે ચઢ્યા બાદ ગેંગસ્ટરે બુમો પાડતા કહ્યુ, હુ વિકાસ દુબે છું, કાનપુરવાળો...
66ac2c65b63bfbe43aab7d45ae23484d 2 પોલીસનાં હથ્થે ચઢ્યા બાદ ગેંગસ્ટરે બુમો પાડતા કહ્યુ, હુ વિકાસ દુબે છું, કાનપુરવાળો...

યુપીનાં કાનપુર જિલ્લાનાં ચૌબેપુરમાં ગયા અઠવાડિયે 8 પોલીસકર્મીઓની નિર્દયતાથી હત્યા કરીને ફરાર થયેલા ગેંગસ્ટર વિકાસ દુબેને ગુરુવારે સવારે ઉજ્જૈનનાં મહાકાલ મંદિરમાં ધરપકડ કરવામાં આવી છે. તેની ધરપકડ કર્યા બાદ જ્યારે મધ્ય પ્રદેશ પોલીસ તેને પોલીસ સ્ટેશન લઈ જવા માટે કાર તરફ લઈ જઇ રહી હતી, ત્યારે મીડિયાનાં કેમેરા સામે કબૂલાત કરતા તે બોલ્યો – “હું વિકાસ દુબે છું, કાનપુરવાળો…” સમાચાર એજન્સી એનએનઆઈએ આ વીડિયોને ટ્વીટ કર્યો છે.

આપને જણાવી દઇએ કે, ફરાર ચાલી રહેલો વિકાસ દુબે કાનપુરનાં ચૌબેપુરમાં પહેલીવાર દિલ્હી-એનસીઆર પહોંચ્યો હતો, પરંતુ પોલીસની ભારે ગોઠવણ બાદ તે મધ્યપ્રદેશનાં ઉજ્જૈન જીલ્લામાં પહોંચ્યો હતો, જ્યાં તેની મહાકાલ મંદિરની બહાર મધ્ય પ્રદેશ પોલીસે ધરપકડ કરી હતી. આરોપી ગેંગસ્ટર વિકાસ દુબેને મંગળવારે દિલ્હીની બાજુમાં હરિયાણાનાં ફરીદાબાદની એક હોટલમાં દેખવામાં આવ્યો હતો. પરંતુ પોલીસ ત્યાં દરોડા પાડે તે પહેલા તે ત્યાંથી ચાલ્યો ગયો હતો.