Not Set/ કુલભૂષણ જાધવ મામલે ભારત કાનૂની વિકલ્પો પર વિચાર કરી રહ્યું છે : વિદેશ મંત્રાલય

ભારતે ગુરુવારે કહ્યું કે તે કુલભૂષણ જાધવની ફાંસીની સજાના કેસમાં કાનૂની વિકલ્પોની શોધ કરી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે, એક દિવસ પહેલા જ પાકિસ્તાને દાવો કર્યો હતો કે જાદવને જાસૂસીના આરોપ હેઠળ સૈન્ય અદાલતે ફાંસીની સજા સંભળાવી હતી, તેણે તેની સજાની સમીક્ષાની અરજી દાખલ કરવાનો ઇનકાર કર્યો હતો. વિદેશ મંત્રાલયના પ્રવક્તા અનુરાગ શ્રીવાસ્તવે અહીં ઓનલાઇન મીડિયા બ્રીફિંગમાં […]

Uncategorized
057729a52a699a6ad162523de712f981 1 કુલભૂષણ જાધવ મામલે ભારત કાનૂની વિકલ્પો પર વિચાર કરી રહ્યું છે : વિદેશ મંત્રાલય

ભારતે ગુરુવારે કહ્યું કે તે કુલભૂષણ જાધવની ફાંસીની સજાના કેસમાં કાનૂની વિકલ્પોની શોધ કરી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે, એક દિવસ પહેલા જ પાકિસ્તાને દાવો કર્યો હતો કે જાદવને જાસૂસીના આરોપ હેઠળ સૈન્ય અદાલતે ફાંસીની સજા સંભળાવી હતી, તેણે તેની સજાની સમીક્ષાની અરજી દાખલ કરવાનો ઇનકાર કર્યો હતો.

વિદેશ મંત્રાલયના પ્રવક્તા અનુરાગ શ્રીવાસ્તવે અહીં ઓનલાઇન મીડિયા બ્રીફિંગમાં કહ્યું કે, ‘આ તબક્કે અમે અમારા કાનૂની વિકલ્પો પર વિચાર કરી રહ્યા છીએ. અમે ભારતીય નાગરિકનો જીવ બચાવવા માટે તમામ પ્રયાસ કરીશું. પાકિસ્તાનની સૈન્ય અદાલતે આતંકવાદના આરોપમાં એપ્રિલ 2017માં ભારતીય નૌકાદળમાંથી નિવૃત્ત થયેલા કૂલભુષણ જાધવને સજા સંભળાવી હતી.

સજા ફટકાર્યાનાં થોડા અઠવાડિયા પછી, ભારતને જાદવ કેસમાં કાનૂની એક્સેસ ન અપાવવાની અને મૃત્યુદંડની સજા ફટકારવા બદલ પાકિસ્તાન સામે આંતરરાષ્ટ્રીય અદાલતમાં ન્યાય (આઈસીજે) માટે અપીલ કરી હતી. ત્યારબાદ આઈસીજેએ પાકિસ્તાનને સજાનાં અમલીકરણ પર પ્રતિબંધ મૂક્યો હતો.

હેગ સ્થિત કોર્ટે ગયા વર્ષે જુલાઈમાં કહ્યું હતું કે પાકિસ્તાને જાદવની સજા અને સજાની ‘અસરકારક રીતે સમીક્ષા અને પુનર્વિચારણા કરવો જોઈએ’ અને તેમને વિલંબ કર્યા વિના ભારતીય દૂતાવાસમાં પ્રવેશ આપવો કરવો જોઇએ. પાકિસ્તાને બુધવારે કહ્યું હતું કે, જાદવને વિકલ્પ આપવામાં આવ્યા હોવા છતાં તેણે સજા વિરુદ્ધ ઈસ્લામાબાદ હાઈકોર્ટમાં અપીલ દાખલ કરવાનો ઇનકાર કર્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “Mantavya News ની નવી મોબાઇલ એપ્લિકેશન….

ક્લિક કરો આ લીંક પર અને તમે પણ જોડાવ દેશને અત્મનિર્ભર કરવાનાં આ અભિયાનમાં #Boycott_China, #Mantavyanews