Not Set/ #CoronaUpdateIndia/ દેશમાં છેલ્લા 24 કલાકમાં નોંધાયા રેકોર્ડ 26 હજારથી વધુ કેસ

વિશ્વમાં કોરોનાનો કહેર સતત વધી રહ્યો છે. ત્યારે ભારત માટે પણ આ વાયરસ મોટી મુસિબત બન્યો છે. દેશમાં રોજ કોરોનાનાં કેસ વધી રહ્યા છે. જે ઝડપથી ભારતમાં કોરોનાનાં કેસ વધી રહ્યા છે તે જોતા આવતા સમયમાં બ્રાઝિલને પણ ભારત પાછળ છોડી દે તો કોઇ નવાઇ રહેશે નહી. આરોગ્ય મંત્રાલયનાં આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં કોરોનાનાં […]

India

વિશ્વમાં કોરોનાનો કહેર સતત વધી રહ્યો છે. ત્યારે ભારત માટે પણ આ વાયરસ મોટી મુસિબત બન્યો છે. દેશમાં રોજ કોરોનાનાં કેસ વધી રહ્યા છે. જે ઝડપથી ભારતમાં કોરોનાનાં કેસ વધી રહ્યા છે તે જોતા આવતા સમયમાં બ્રાઝિલને પણ ભારત પાછળ છોડી દે તો કોઇ નવાઇ રહેશે નહી. આરોગ્ય મંત્રાલયનાં આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં કોરોનાનાં 26 હજારથી વધુ કેસ નોંધાયા છે.

ભારતમાં કોરોનાવાયરસનાં કેસ ઝડપથી વધી રહ્યા છે. 10 જુલાઇ એટલે કે શુક્રવારે દેશમાં અત્યાર સુધીમાં સૌથી વધુ રેકોર્ડ કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં 26,506 નવા કોરોનાનાં કેસ નોંધાયા છે. આ છેલ્લા 24 કલાકનો અત્યાર સુધીનો સૌથી મોટો આંક છે. છેલ્લા 24 કલાકમાં 475 દર્દીઓનાં મોત નીપજ્યાં છે. નવા કેસો આવ્યા બાદ દેશમાં 7,93,802 કેસ નોંધાયા છે.