Not Set/ વિકાસ દુબે એન્કાઉન્ટર જગ્યાએથી પસાર થઇ રહેલા લોકોએ સંભળાવી આંખો દેખી

શુક્રવારે સવારે ઉત્તર પ્રદેશ એસટીએફ દ્વારા કાનપુર જતા અકસ્માત બાદ ભાગી જવાનો પ્રયત્ન કરતા ગેંગસ્ટર વિકાસ દુબે એક એન્કાઉન્ટરમાં માર્યો ગયો છે. કાનપુરથી માત્ર એક કલાકનાં અંતરે વરસાદથી લથબથ રસ્તા પર એસટીએફનાં વાહનોનાં કાફલામાંથી તે કાર પલટી ગઈ હતી, જેમાં ગેંગસ્ટર બેઠો હતો, અને પોલીસનાં જણાવ્યા મુજબ, આ જ અકસ્માતમાં ઇજાગ્રસ્ત પોલીસકર્મીની ગન છીનવીને ભાગવા […]

India

શુક્રવારે સવારે ઉત્તર પ્રદેશ એસટીએફ દ્વારા કાનપુર જતા અકસ્માત બાદ ભાગી જવાનો પ્રયત્ન કરતા ગેંગસ્ટર વિકાસ દુબે એક એન્કાઉન્ટરમાં માર્યો ગયો છે. કાનપુરથી માત્ર એક કલાકનાં અંતરે વરસાદથી લથબથ રસ્તા પર એસટીએફનાં વાહનોનાં કાફલામાંથી તે કાર પલટી ગઈ હતી, જેમાં ગેંગસ્ટર બેઠો હતો, અને પોલીસનાં જણાવ્યા મુજબ, આ જ અકસ્માતમાં ઇજાગ્રસ્ત પોલીસકર્મીની ગન છીનવીને ભાગવા જઇ રહેલા વિકાસ દુબેને પોલીસે ઠાર માર્યો હતો. આ ઘટના દરમિયાન કેટલાક લોકોએ ગોળીઓ ચાલી હોવાનો અવાજ સાંભળ્યો હતો. પણ તે કશું સમજી શક્યા નહીં. એક રાહદારે કહે છે કે પોલીસે તેમને ભગાડી દીધા હતા.

આ એન્કાઉન્ટર દરમિયાન ત્યાંથી પસાર થઈ રહેલા આશિષ પાસવાને કહ્યું, “અમે ગોળીબારનો અવાજો સાંભળ્યો હતો… પોલીસે અમને દૂર ભગાડી દીધા હતા… અમે પાછા અમારા ઘરે જઈ રહ્યા હતા…” શુક્રવારે સવારે કાનપુર એન્કાઉન્ટરનાં એક અઠવાડિયા બાદ વિકાસ દુબેનાં એન્કાઉન્ટરનાં સમાચાર સામે આવ્યા છે. પોલીસનાં કહેવા પ્રમાણે, ત્યારબાદ ઠીક તે રીતે વિકાસ દુબેને મારી દેવામાં આવ્યો, જે રીતે ગત દિવસોમાં તેના અમુક સાથીઓ ભાગવાના પ્રયત્ન દરમિયાન એન્કાઉન્ટરમાં માર્યા ગયા. ગુરુવારે ઉજ્જૈનમાં ધરપકડ થયા બાદ યુપી એસટીએફ પોલીસ દુબેને કાનપુર પરત લઈને જઇ રહી હતી, જ્યાં શુક્રવારે તેને કોર્ટમાં રજૂ કરવામાં આવનાર હતો. પરંતુ પોલીસનું કહેવું છે કે પોલીસની ગાડી પલટી ખાધા બાદ વિકાસે હથિયારો છીનવીને ભાગી જવાનો પ્રયત્ન કર્યો હતો. પોલીસનો દાવો છે કે વિકાસ 2-3 કિમી સુધી ભાગ્યો હતો, તેથી પોલીસે તેને ગોળી મારી હતી.

આ સમગ્ર ઘટના દરમ્યાન એસટીએફનાં ચાર પોલીસ કર્મચારી પણ ઘાયલ થયા હોવાનું પોલીસે જણાવ્યું છે. આ એન્કાઉન્ટર પર ઘણા સવાલો ઉભા થઈ રહ્યા છે. પોલીસનું કહેવું છે કે તેને શરણાગતિ માટે કહેવામાં આવ્યું હતું પરંતુ તેણે પોલીસ ઉપર ગોળીબાર શરૂ કર્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.