Not Set/ ભાજપનાં નેતાની લપસી જીભ, વિકાસ દુબેની જગ્યાએ PM ને ગણાવ્યા સમાજ માટે કલંક!

મધ્યપ્રદેશમાં ભાજપનાં બે શાસક નેતાઓની જબાન અચાનક લપસી ગઇ હતી. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક વીડિયોમાં કેબિનેટ મંત્રી તુલસી સિલાવટ વિકાસ દુબેને બદલે વડા પ્રધાન, મધ્યપ્રદેશનાં મુખ્યમંત્રી અને ઉત્તર પ્રદેશનાં મુખ્યમંત્રીને ભૂલથી સમાજ માટે કલંક કહી રહ્યા છે. જોકે, મંત્રીએ કહ્યું છે કે વીડિયોમાં ચેડા કરવામાં આવ્યો છે, અને તે આ કરનાર સામે કાયદેસરની […]

India
fb4b5ecadd67e1bef679eebcd07255e5 ભાજપનાં નેતાની લપસી જીભ, વિકાસ દુબેની જગ્યાએ PM ને ગણાવ્યા સમાજ માટે કલંક!
fb4b5ecadd67e1bef679eebcd07255e5 ભાજપનાં નેતાની લપસી જીભ, વિકાસ દુબેની જગ્યાએ PM ને ગણાવ્યા સમાજ માટે કલંક!

મધ્યપ્રદેશમાં ભાજપનાં બે શાસક નેતાઓની જબાન અચાનક લપસી ગઇ હતી. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક વીડિયોમાં કેબિનેટ મંત્રી તુલસી સિલાવટ વિકાસ દુબેને બદલે વડા પ્રધાન, મધ્યપ્રદેશનાં મુખ્યમંત્રી અને ઉત્તર પ્રદેશનાં મુખ્યમંત્રીને ભૂલથી સમાજ માટે કલંક કહી રહ્યા છે. જોકે, મંત્રીએ કહ્યું છે કે વીડિયોમાં ચેડા કરવામાં આવ્યો છે, અને તે આ કરનાર સામે કાયદેસરની કાર્યવાહી કરશે. વળી ઇંદોરનાં સાંસદ શંકર લાલવાણીએ આઠ પોલીસ કર્મચારીઓની હત્યા કરવાના આરોપીને વિકાસ દુબેજી કહીને સંબોધન કર્યુ હતુ.

મીડિયા સાથે વાત કરતા, વાયરલ થયેલી તુલસી સિલાવટની ક્લિપમાં, તેઓ એમ કહેતા સાંભળી શકાય છે કે દેશનાં વડા પ્રધાન, મધ્યપ્રદેશનાં મુખ્યમંત્રી અને ઉત્તર પ્રદેશનાં મુખ્યમંત્રી આવા લોકો સમાજ માટે કલંક છે. આ સરકારની જવાબદારી છે આવા લોકો સાથે શું કરવાનું છે. તેમણે કહ્યુ કે, દેશનાં વડા પ્રધાન, મધ્યપ્રદેશનાં મુખ્યમંત્રીનો હુ આભાર માનુ છુ અને સોશિયલ મીડિયા પર જે રીતે કોંગ્રેસ મારા શબ્દોને તોડી મરોડી રહી છે તેની હુ નિંદા કરુ છુ અને ચેમના વિરુદ્ધ કાર્યવાહી પણ કરીશ.

વળી સાંસદ શંકર લાલવાણીએ કહ્યું કે, મીડિયા તરફથી જે રીતે માહિતી મળી છે કે તેણે પિસ્તોલ છીનવી લીધી અને ચલાવવાનો પ્રયાસ કર્યો. આ પછી, તે એક એન્કાઉન્ટરમાં માર્યો ગયો. તેમણે જે પ્રકારનું કૃત્ય કર્યું છે, તેના પર કોંગ્રેસનાં મારા મિત્રને ચોક્કસપણે સહાનુભૂતી હશે. દેશમાં કોઇની પણ સાથે વાત કરીશું તો દુબેજીને લઇને કોઇને પણ સહાનુભૂતી નથી. તેમણે કહ્યું કે સંતોષ દુબે છે ને, જે બાદ તેમના સાથી મિત્રએ તેમને યાદ અપાવ્યું કે વિકાસ દુબે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.