Not Set/ જમ્મુ-કાશ્મીરમાં આતંકીઓનાં સફાયાથી પાક ચિંતિત, કરાવવા માંગે છે ઘુસપેઠ

સેનાએ એકવાર ફરી જમ્મુ-કાશ્મીરનાં નૌગામ સેક્ટરમાં ફરી ઘૂસણખોરીનો પ્રયાસ નિષ્ફળ બનાવ્યો હતો. શનિવારે સેનાએ લાઇન ઓફ કંટ્રોલ (એલઓસી) નજીક બે આતંકવાદીઓને ઠાર કર્યા હતા. હત્યા કરાયેલા આતંકવાદીઓ પાસેથી યુદ્ધમાં ઉપયોગમાં લેવાતા હથિયારો અને સામગ્રી મળી આવી છે. સંરક્ષણ પ્રવક્તા કર્નલ રાજેશ કાલિયાએ જણાવ્યું હતું કે, આજે સવારે સૈનિકોને ઉત્તર કાશ્મીરનાં કુપવાડા જિલ્લાનાં નૌગામ સેક્ટરમાં નિયંત્રણ […]

India
35ebdaac81bd805a9e55c0fdf948a47c 1 જમ્મુ-કાશ્મીરમાં આતંકીઓનાં સફાયાથી પાક ચિંતિત, કરાવવા માંગે છે ઘુસપેઠ

સેનાએ એકવાર ફરી જમ્મુ-કાશ્મીરનાં નૌગામ સેક્ટરમાં ફરી ઘૂસણખોરીનો પ્રયાસ નિષ્ફળ બનાવ્યો હતો. શનિવારે સેનાએ લાઇન ઓફ કંટ્રોલ (એલઓસી) નજીક બે આતંકવાદીઓને ઠાર કર્યા હતા. હત્યા કરાયેલા આતંકવાદીઓ પાસેથી યુદ્ધમાં ઉપયોગમાં લેવાતા હથિયારો અને સામગ્રી મળી આવી છે.

સંરક્ષણ પ્રવક્તા કર્નલ રાજેશ કાલિયાએ જણાવ્યું હતું કે, આજે સવારે સૈનિકોને ઉત્તર કાશ્મીરનાં કુપવાડા જિલ્લાનાં નૌગામ સેક્ટરમાં નિયંત્રણ રેખા નજીક શંકાસ્પદ પ્રવૃત્તિ જોવા મળી હતી. તેમણે કહ્યું હતું કે, સૈનિકોએ ઝડપથી ઘાત લગાવીને હુમલો કર્યો જેમા બ આતંકી ઠાર થયા છે. સાથે જ તેમણે કહ્યુ કે, સ્થળ પરથી બે એકે-47 રાઇફલ્સ અને યુદ્ધમાં વપરાયેલી સામગ્રીઓ જપ્ત કરવામાં આવી છે.