Not Set/ કોંગ્રેસ નેતાની લપસી જીભ, સચિન પાયલોટને પહેલા બતાવ્યા ભાજપમાં, અને પછી…

દેશમાં કોરોના જેવા મોટા સંકટને સાઇડ પર કરી રાજસ્થાનમાં રાજકીય નાટક હવે દરેકનું ધ્યાન પોતાની તરફ કેન્દ્રીત કરી રહ્યુ છે. સચિન પાયલોટનો બળવો સીએમ અશોક ગેહલોતની ખુરશીને હલાવી રહ્યો છે, જો સૂત્રોની વાત માની લેવામાં આવે તો હવે કોંગ્રેસ બળવાખોર સચિન પાયલોટને મનાવવાનો પ્રયાસ કરશે નહીં, જો કે જ્યાં એક તરફ પાર્ટી સરકાર બચાવવામાં વ્યસ્ત […]

India
98384730e52873b32a2ece6af13f422d કોંગ્રેસ નેતાની લપસી જીભ, સચિન પાયલોટને પહેલા બતાવ્યા ભાજપમાં, અને પછી...
98384730e52873b32a2ece6af13f422d કોંગ્રેસ નેતાની લપસી જીભ, સચિન પાયલોટને પહેલા બતાવ્યા ભાજપમાં, અને પછી...

દેશમાં કોરોના જેવા મોટા સંકટને સાઇડ પર કરી રાજસ્થાનમાં રાજકીય નાટક હવે દરેકનું ધ્યાન પોતાની તરફ કેન્દ્રીત કરી રહ્યુ છે. સચિન પાયલોટનો બળવો સીએમ અશોક ગેહલોતની ખુરશીને હલાવી રહ્યો છે, જો સૂત્રોની વાત માની લેવામાં આવે તો હવે કોંગ્રેસ બળવાખોર સચિન પાયલોટને મનાવવાનો પ્રયાસ કરશે નહીં, જો કે જ્યાં એક તરફ પાર્ટી સરકાર બચાવવામાં વ્યસ્ત છે તો બીજી તરફ કોંગ્રેસનાં નેતા પીએલ પુનિયાએ મોટું નિવેદન આપીને મીડિયામાં હંગામો મચાવ્યો હતો.

અગાઉ એએનઆઈ સાથે વાત કરતાં તેમણે કહ્યું હતું કે, સચિન પાયલોટ હવે ભાજપમાં જોડાયા છે, કોંગ્રેસ પાર્ટી પ્રત્યે ભાજપનું વલણ દરેક જાણે છે. પક્ષને ભાજપ તરફથી પ્રમાણપત્રની જરૂર નથી. કોંગ્રેસ પક્ષમાં તમામ નેતાઓ અને કાર્યકરોનું સન્માન કરવામાં આવે છે પરંતુ ભાજપ નીચા રાજકારણમાં ઉતરી આવ્યુ છે.

પુનિયાનું આ નિવેદન જેવો વાયરલ થતાં જ તેમણે ટ્વીટ કર્યું કે, તે જ્યોતિરાદિત્ય સિંધિયા વિશે વાત કરી રહ્યા હતા, તેમની જીભ લપસી ગઈ અને તેમણે સચિન પાયલોટનું નામ લીધું, આ સવાલ સિંધિયાજી માટે પૂછવામાં આવ્યો હતો, મેં પણ જવાબ સિંધિયાને લઇને જ આપ્યો હતો, તે ક્ષણે થયેલી ભૂલ બદલ તે માફી માંગે છે. પુનિયાનું આ ટ્વિટ આ સમયે સોશિયલ મીડિયા પર ચર્ચાનું કેન્દ્ર રહ્યું છે, લોકો પણ તેનો આનંદ લઇ રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.