Not Set/ બિહારમાં ભાજપનાં 75 નેતાઓ કેરોના સંક્રમિત, ઘણા વરિષ્ઠ નેતા સામેલ

  બિહારમાં કોરોના વાયરસનો પ્રકોપ હવે સામાન્ય લોકો ઉપરાંત રાજકારણીઓમાં ફેલાઈ રહ્યો છે. બિહાર ભાજપનાં 75 નેતાઓ કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે. કોરોના વાયરસનો ભોગ બનેલા નેતાઓમાં સંગઠન મહામંત્રી નાગેન્દ્ર જી, પ્રદેશ મહામંત્રી દિનેશ કુમાર, પ્રદેશ ઉપાધ્યક્ષ રાજેશ વર્મા, રાધા મોહન શર્મા સહિત ભાજપનાં ઘણા વરિષ્ઠ નેતાઓ શામેલ છે. પટનાની પાર્ટી કાર્યાલયમાં ભાજપની બેઠક […]

India
fbc6ef574b9f0acfa03719f8205e6859 બિહારમાં ભાજપનાં 75 નેતાઓ કેરોના સંક્રમિત, ઘણા વરિષ્ઠ નેતા સામેલ
fbc6ef574b9f0acfa03719f8205e6859 બિહારમાં ભાજપનાં 75 નેતાઓ કેરોના સંક્રમિત, ઘણા વરિષ્ઠ નેતા સામેલ

 

બિહારમાં કોરોના વાયરસનો પ્રકોપ હવે સામાન્ય લોકો ઉપરાંત રાજકારણીઓમાં ફેલાઈ રહ્યો છે. બિહાર ભાજપનાં 75 નેતાઓ કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે. કોરોના વાયરસનો ભોગ બનેલા નેતાઓમાં સંગઠન મહામંત્રી નાગેન્દ્ર જી, પ્રદેશ મહામંત્રી દિનેશ કુમાર, પ્રદેશ ઉપાધ્યક્ષ રાજેશ વર્મા, રાધા મોહન શર્મા સહિત ભાજપનાં ઘણા વરિષ્ઠ નેતાઓ શામેલ છે.

પટનાની પાર્ટી કાર્યાલયમાં ભાજપની બેઠક ચાલી રહી છે, જેમાં અનેક મુદ્દાઓને લઇને નેતાઓ ભાગ લેતા હતા. જો આ વર્ષે બિહારની ચૂંટણી છે, તો પાર્ટીનાં ટોચનાં નેતાઓ વર્ચુઅલ રેલી દ્વારા લોકોને સંબોધન કરી રહ્યા છે. આવી સ્થિતિમાં એવી આશંકા છે કે નેતાઓની એક જગ્યાએ એકત્રીત થવાનાં કારણે ભાજા હેડક્વાર્ટરમાં કોરોનાનો વિસ્ફોટ થયો છે. જણાવી દઈએ કે, બિહારમાં કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓની સંખ્યા 17 હજારને વટાવી ગઈ છે. જ્યારે 150 થી વધુ લોકોનાં મોત નીપજ્યાં છે. બિહારમાં સોમવારે કોરોનાનાં 1100 થી વધુ નવા કેસ નોંધાયા છે. સોમવારે પાટનગર પટનામાં 228 નવા કેસ મળ્યા હતા. બિહાર સરકારનાં મંત્રી શૈલેષ કુમાર સિવાય, ઢાકાનાં ધારાસભ્ય ફૈઝલ રહેમાન તેમના 3 અંગરક્ષકો સાથે કોરોના પોઝિટિવ થઇ ગયા છે.

આ ઉપરાંત લૌરીયા મત વિસ્તારનાં ભાજપનાં ધારાસભ્ય વિનય બિહારી કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે. કોવિડ-19 પટનાની ડીએમ ઓફિસમાં પ્રવેશ કર્યો છે અને ડીએમની ગુપ્ત શાખા અને અન્ય વિભાગોનાં 14 કર્મચારીઓને કોરોના ચેપ લાગ્યો છે. જણાવી દઇએ કે, પટનાનાં ડીએમ કુમાર રવિએ સોમવારે 70 કર્મીઓનાં એન્ટિજેન ટેસ્ટ કરાવ્યા હતા, જેમા સુરક્ષાકર્મી પણ સામેલ હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.