Not Set/ #CoronaUpdateIndia/ દેશમાં છેલ્લા 24 કલાકમાં નોંધાયા 29429  નવા કેસ, 582 લોકોએ ગુમાવ્યો જીવ

દેશમાં કોરોના વાયરસના દૈનિક આંકડા હવે ડરાવવા લાગ્યા છે. દરરોજ નવા કોરોના દર્દીઓ એક નવો રેકોર્ડ સ્થાપિત કરી રહ્યા છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, દેશભરમાં છેલ્લા 24 કલાકમાં 29429 નવા કોરોના વાયરસના કેસ નોંધાયા છે, એટલે કે મંગળવારે સવારે 8 વાગ્યાથી બુધવારે સવારે 8 વાગ્યા સુધી, જે એક દિવસમાં સૌથી વધુ કેસ છે. આ […]

Uncategorized
b92f7b253836a482e88df0fb06bc4b87 1 #CoronaUpdateIndia/ દેશમાં છેલ્લા 24 કલાકમાં નોંધાયા 29429  નવા કેસ, 582 લોકોએ ગુમાવ્યો જીવ

દેશમાં કોરોના વાયરસના દૈનિક આંકડા હવે ડરાવવા લાગ્યા છે. દરરોજ નવા કોરોના દર્દીઓ એક નવો રેકોર્ડ સ્થાપિત કરી રહ્યા છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, દેશભરમાં છેલ્લા 24 કલાકમાં 29429 નવા કોરોના વાયરસના કેસ નોંધાયા છે, એટલે કે મંગળવારે સવારે 8 વાગ્યાથી બુધવારે સવારે 8 વાગ્યા સુધી, જે એક દિવસમાં સૌથી વધુ કેસ છે. આ નવા કેસો સાથે, દેશમાં કોરોના વાયરસના કુલ દર્દીઓની સંખ્યા હવે વધીને 936181 પર પહોંચી ગઈ છે.

દેશમાં માત્ર કોરોના વાયરસનું સંક્રમણ જ નહીં, પરંતુ તેના કારણે પોતાનો જીવ ગુમાવનારા લોકોની સંખ્યા પણ સતત વધી રહી છે. આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, 24 કલાક દરમિયાન દેશમાં કોરોનાને કારણે 582 લોકોનાં મોત નીપજ્યાં હતાં અને દેશભરમાં વાયરસને કારણે કુલ 24309 લોકોએ જીવ ગુમાવ્યો છે.

જો કે, ભારતમાં કોરોના વાયરસ પોઝિટીવ કેસ વધારા સાથે, કોરોનાથી સાજા થનારા લોકોની સંખ્યામાં પણ ઝડપથી વધારો થઈ રહ્યો છે અને અત્યાર સુધીમાં દેશભરમાં કુલ 592031 લોકો સાજા થયા છે. છેલ્લા 24 કલાક દરમિયાન, દેશભરના 20572 લોકો કોરોનાથી સ્વસ્થ થયા છે. દેશમાં કોરોના વાયરસ રિકવરી દર 63 ટકાને પાર કરી ગયો છે.

દેશમાં કોરોના દર્દીઓની ઓળખ માટેના પરીક્ષણમાં વધારો થયો છે અને હવે દેશમાં દરરોજ 3 લાખથી વધુ પરીક્ષણો લેવામાં આવી રહ્યા છે. ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (આઇસીએમઆર) અનુસાર, મંગળવારે દેશમાં 3.20 લાખથી વધુ કોરોના પરીક્ષણો લેવામાં આવ્યા છે અને દેશમાં અત્યાર સુધીમાં કુલ 1.24 કરોડથી વધુ પરીક્ષણો કરવામાં આવ્યા છે. યુએસએ અને રશિયા પછી ભારત વિશ્વનો સૌથી મોટો પરીક્ષણ કરનાર દેશ છે. પરીક્ષણના મામલે ભારતે બ્રિટનને પણ પાછળ છોડી દીધું છે.

વૈશ્વિક સ્તરે કોરોના વાયરસના કેસોની વાત કરીએ તો વિશ્વભરમાં કેસના કુલ આંકડા 1.34 કરોડને વટાવી ગયા છે, વિશ્વભરમાં કોરોના વાયરસને કારણે અત્યાર સુધીમાં 5.81 લાખથી વધુ લોકોનાં મોત નીપજ્યાં છે. જો કે, સમગ્ર વિશ્વમાં 78.47 લાખથી વધુ કોરોના વાયરસથી સાજા થયા છે. વિશ્વમાં કોરોના વાયરસના સૌથી વધુ કેસ યુ.એસ.માં છે, જ્યાં 35.45લાખથી વધુ કેસ નોંધાયા છે અને 1.39 લાખથી વધુ લોકો મૃત્યુ પામ્યા છે, ત્યારબાદ બ્રાઝિલમાં 19.31 લાખથી વધુ કેસ સામે આવ્યા છે અને 74 હજાર લોકોએ પોતાનો જીવ કોરોનાના લીધે ગુમાવ્યો છે.  રશિયામાં પણ 7.39 લાખથી વધુ કેસ નોંધાયા છે અને 11 હજારથી વધુ લોકોએ જીવ ગુમાવ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.